________________
૧૧ : ઉપદેશનો તુ અને શૈલી :
વક્તા ને શ્રોતાનો ઇરાદો :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવી ગયા કે શ્રી અરિહંત ભગવાનના વચન સિવાય સાચા વિવેકને પેદા કરનાર કોઈ વસ્તુ નથી, વિવેક પેદા થાય નહિ ત્યાં સુધી હેય તથા ઉપાદેય વસ્તુનું સ્વરૂપ સમજાય નહિ, એ સ્વરૂપ સમજાય નહિ ત્યાં સુધી રાગ, દ્વેષ ને મોહનો નાશ થાય નહિ, અને એ ત્રણેનો નાશ થાય નહિ ત્યાં સુધી દુઃખ જાય નહિ અને દુઃખ જાય નહિ ત્યાં સુધી સાચા સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી, માટે અમે શ્રી અરિહંત ભગવાનના વચનનો અનુયોગ કરવા માગીએ છીએ, કે જેના યોગે આત્માને સદસદ્ વસ્તુનું ભાન થાય, ભાન થવાને લીધે આત્મા આંતર્શત્રુઓના આક્રમણથી બચે અને એના પરિણામે દબાઈ ગયેલી આત્મલક્ષ્મીને પ્રગટ કરી આત્મા અનંત સુખનો ભોક્તા થાય. એટલા માટે જ્ઞાનીઓએ શ્રી જિનેશ્વર ભગવાનની વાણીને “૧ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ, ૪- ચરણકરણાનુયોગ.' - આ ચાર વિભાગમાં વહેંચી છે.
બાલ જીવો માટે ધર્મકથાનુયોગ વિશેષતઃ ઉપકારી છે. બાલ જીવોને ગણિતાનુયોગ તથા દ્રવ્યાનુયોગની ઝીણી વાતો ન સમજાય. પણ ધર્મકથાની વાતો તો સારી રીતે સમજાય. બાલ જીવોને માટે ધર્મકથાનુયોગ ઘણો જ ઉપકારી છે. કહેનાર જો એવી ઢબથી કહે, કે જે કહેવા યોગ્ય વસ્તુ છે તે બરાબર કહેવાય અને તેની જો વાસ્તવિક છાયા પડાય, તો એક પણ કથા એવી નથી, કે જેના શ્રવણથી આત્મા અયોગ્ય પ્રવૃત્તિમાંથી નીકળી યોગ્ય પ્રવૃત્તિમાં ન આવે.
ધર્મકથા સાંભળનારને એ ખ્યાલ હોવો જોઈએ કે આ ધર્મકથા છે અને ધર્મકથાનો હેતુ અધર્મથી બચી ધર્મ મેળવવાનો છે. આટલું ખાસ જાણવું જોઈએ. સાંભળનારમાં એટલી યોગ્યતા હોવી જોઈએ અને એ યોગ્યતા ન હોય તો તે પેદા કરવી જોઈએ. સંભળાવનારનો પણ ઇરાદો સામાને માત્ર રાજી કરવાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org