________________
૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિઃ
31
• વક્તા ને શ્રોતાનો ઇરાદો : • જોવાનું શું? - આપત્તિ કે પરિણામ? • અર્થ-કામની દેશના, એ ક્ષત ઉપર ક્ષાર છે : • અર્થ-કામ માટે કરાતો ધર્મ ડુબાડનારો છે: • સમ્યગ્દષ્ટિના વિચાર અસમ્યગુ ન હોય : • સુયુક્તિઓ કરતાં કુયુક્તિઓ વધારે છે :
• સેવા કરતાં આજ્ઞા પહેલી : ૦ મુનિ માત્ર ધર્મલાભ જ આપે, અર્થ-કામ
લાભ ન આપે ! • વિરોધી હોય તેથી મુક્તિ અટકતી નથી : • વાદી શ્રી દેવસૂરીશ્વરજીનો એક પ્રસંગ :
વિષયઃ દેશનાનું સ્વરૂપ, ધર્મ શા માટે? શ્રોતા-વક્તાની ભૂમિકા.
ગત પ્રવચનમાં મર્યાદાનું મહત્ત્વ સમજાવ્યા બાદ અહીં શ્રોતાની ભૂમિકા મુજબ ધર્મ કહેવાની વાત ચાલી રહી છે. શ્રોતાએ અધર્મથી બચવા ને ધર્મ મેળવવા ધર્મ સાંભળવાનો તેમ ઉપદેશકનું મન પણ શ્રોતાને ઉન્માર્ગથી હઠાવી સન્માર્ગે સ્થાપન કરવાનું હોવું જોઈએ. વક્તા યોગ્ય જોઈએ અને શ્રોતા પણ. માટે શાસ્ત્ર ભણવાની પણ વર્ષોની મુદત બાંધેલી છે. આ વસ્તુ સમજાવતાં જ્ઞાનીની દયા શી ? એ પણ સુપેરે સમજાવી દીધું. તે માટે ગજસુકુમાલ અને સ્થૂલિભદ્રજી આદિનો પ્રસંગ પણ વર્ણવ્યો. આગળ વધી અર્થ-કામની દેશના કેવી ભૂંડી છે તે જણાવી અર્થકામ માટે કરાતા ધર્મની અનર્થકારિતા પણ રજૂ કરી કુયુક્તિઓથી બચી સુમુક્તિના શરણે જવાની સલાહ આપી છે. અંતમાં નંદિષેણ અને વાદીદેવસૂરિજીના પ્રસંગો આદિના માધ્યમે કહેલ વાતની સુંદર પુષ્ટિ કરી છે.
મુવાક્યાતૃત
અજ્ઞાનીઓ જેને અશાંતિ કહે છે, તેમાં તો સળગી મરવું એ જ જૈનશાસનની પરમ શાંતિ છે. ઉપદેશકને છૂટ આપી કે એ ક્રિયાનું અંતિમ ફળ કહે. ધર્મનું ફળ મોક્ષ અને પાપનું ફળ નરક!પાપ કરનારા બધા નરકે જાય એમ નથી, મંદ પરિણામ હોય તો નરકે ન પણ જાય. પાછો વળે અને સન્માર્ગે આવે તો મોક્ષ પણ પામે ! પણ પાપી મોક્ષે જાય એમ કહેવાય ? નહિ જ ! • ત્યાગ ન કરે - સંયમ ન લે તે નભે પણ ત્યાગ ને ત્યાગીઓના ચરણમાં શીર ન ઝુકે તે ન નભે. • ઉપકારીનું વિસ્મરણ એ આત્મહિતનું વિસ્મરણ છે. • જે હાથે ચાંદલા થાય, તે હાથે એ ભગવાનની આજ્ઞાની ઠેકડી કરનારા સાથે શેકહેન્ડ ન કરાય. • મુનિ તો બધે ધર્મલાભ જ દે. મુનિ પાસે અર્થ કે કામના લાભ હોતા જ નથી. • એક વ્યક્તિને અર્થલાભ દેનાર જો પતિત થાય, તો સઘળા લોકને રાજી કરવા માટે ધર્મલાભ
છોડી અર્થલાભ દેનારા પતિત થાય એમાં નવાઈ શી ? • વિરોધ કે વિરોધી હોય, તેથી સાધકની મુક્તિ અટકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org