________________
વા
-
- ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજે – 30
–
–
૧૫૧
પ્રસંગે એ જ બોલતાં હોય કે કોઈ પણ જીવને ન મરાય, કોઈનુ પણ ભૂંડું ન કરાય, ક્યારે એવો સમય આવે કે સર્વ પાપોથી છૂટાય, પણ આજે તો પ્રાયઃ જન્મના જૈનને, વીતરાગનાં દર્શન કરનારને, વીતરાગની પૂજા કરનારને વીતરાગ પાસે રોજ “શી ગતિ થશે અમારી, ઓ દીનાનાથ ! શી ગતિ થશે અમારી ?' બોલનારને વૈરાગ્યની વાત સાંભળતાં, વરાળ પેદા થાય છે, ત્યાં શું થાય ? શાહુકાર ચોટ્ટાઈ કરે ત્યાં દેવાળિયાની શી હાલત ? સારા ગણાતા માણસને અનીતિ કરતાં કંપારી ન આવે, તો સામાન્યની શી વાત ? સામગ્રીપૂર્ણ આત્મા પૈસા માટે જૂઠું બોલે, તો સામાન્યની શી વાત ? માટે હું કહું છું કે સારા અને મોટા બન્યા હો તો જોખમદારી સમજો. સમજો તો તમારો સંસાર હમણાં લુખ્ખો બને. શ્રાવક જો પોતાના શાસ્ત્રવિહિત આચારમાં પ્રવીણ થાય, તો પરિવર્તન થયા વિના રહે જ નહિ. જો સમજનાર વક્ર અને જડ ન હોય, તો આચારમાં પ્રવીણ થયેલો શ્રાવક સમજાવીને સારું પરિવર્તન કરી શકે. ઘરનું, કુટુંબનું વાતાવરણ તે સારામાં સારી રીતે ફેરવી શકે. પછી તો સ્ત્રી પણ જમાડતાં જમાડતાં ભાન કરાવે. પતિ પણ પત્નીને વિલાસભવનમાં વૈરાગ્યના છાંટા છાંટે. ભોજન કરતાં પણ સ્ત્રી ત્યાગનું ભાન કરાવે, ઉત્તમ વિચારો આપે, એટલે ભોજનના પરમાણુ પણ ઉત્તમ થાય. પછી બજારમાં જાય તો ત્યાં પણ અનીતિ ન થાય. અનીતિથી પાછો હઠે. વાતાવરણનો પ્રભાવ યોગ્ય આત્મા ઉપર જરૂર પડે. આ બધું બને ક્યારે ? અહીંથી લઈ જાઓ અને ઘરમાં પણ આચારમાં મૂકો ત્યારે ને ! સ્ત્રીઓ પણ પછી નિંદા-કૂથલી કરવાનું ભૂલી જાય. સ્ત્રીઓ એવી વાતો કરે કે ઘર દીપે, અને તમે બજારને દીપાવો. ચિંતાનો કેટલાય ગણો બોજો આપોઆપ ઓછો થઈ જાય અને આર્તધ્યાન ઘટ્યું કે જરૂર આત્મા ધર્માભિમુખ બને. તે પછી એને જોઈને ઇતર પણ ધર્મ તરફ વળે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શ્રાવકપણાના આચારો પણ એવા છે, કે જો તે આચારોનું પણ યથાસ્થિત પાલન થઈ જાય, તો પણ સભ્ય દુનિયા આશ્ચર્યચકિત બને, માટે જ કહું છું કે તમે જો સંસારનું સર્વસ્વ તજી સાધુ થવા જોગું સત્ત્વ ન બતાવી શકો તો શ્રાવકપણાના આચારોમાં પણ પ્રવીણ બનવા જોગું સત્ત્વ તો તમારે જરૂર જ બતાવવું જોઈએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org