________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
શ્રી શાલિભદ્રજીને પણ આ બધી વાતની ખબર પડી. શ્રી શાલિભદ્રે માન્યું કે ધનાજીએ મને બાયલો બરાબર કહ્યો છે. માતાને કહ્યું કે ‘ધનાજી વગેરેએ પણ સંસારનો પરિત્યાગ કર્યો, હવે હું પણ જાઉં છું.’ માતા કહે કે ‘તું પણ જા.’
૧૫૦
આ રીતે એકદમ એ આત્માઓને વૈરાગ્ય થતો, એનું કારણ એ જ કે એ આત્માઓ વૈરાગ્યથી ભરેલા જ હતા. તેઓના રોમે રોમે વૈરાગ્ય હતો, કારણ કે વાતાવરણ વૈરાગ્યનું હતું. માત્ર નિમિત્ત મળવું જોઈએ. વૈરાગ્ય પ્રત્યે વેર અને વીતરાગનું અનુયાયીપણું, એ બને ? નહિ જ. ખરેખર વિરાગ સામેનો વિરાગી એ જૈનશાસનનો અનુયાયી નથી. વિરાગી તે વળી રાગના રંગી હોય ? નહિ જ. શ્રાવક ઇચ્છે છે કે ‘ક્યારે આ પામું' ને ગુરુ એમ કહે કે ‘ના, ના, જ્યાં છે, ત્યાં જ રહે એ ઠીક છે.’ જો એમ જ થાય, તો તો ‘વાડે જ ચીભડાં ગળ્યાં ‘ એ કહેવત ચરિતાર્થ થાય.
426
શ્રાવકના આચારોમાં પ્રવીણ બનો ઃ
આથી સ્પષ્ટ છે કે ચારિત્રના સ્વીકાર વિના કે ચારિત્ર પ્રત્યેના સદ્ભાવ વિના ત્રણે અનુયોગો નિષ્ફળ પ્રાયઃ છે. ત્રણે અનુયોગો ચોથા અનુયોગની સિદ્ધિ માટે છે, ચરણ માટે છે.
કોઈ કહે કે ‘શબ્દે શબ્દે એની એ વાત આવે છે’ તો કહેવું કે ‘સાધુ પાસે બીજી વાત હોય પણ કઈ ?' મારી તો ભાવના એ જ કે ‘મરતાંયે એ જ કહું. નિયાણું પણ એ જ કે ભવાંતરમાં પણ એ જ કહું.' તમારે એવું નિયાણું કરવું છે ? આવી ભાવના કરો તો ધર્મીનું વાતાવરણ બધું હમણાં ફરી જાય. ઉપાશ્રયમાં જે ચાલે છે તેવું ઘરમાં ચલાવો. વાતાવરણ ફેરવો. પ્રથમ એ પરંપરા હતી. ફરી શરૂ કરો. ઉપાશ્રયમાં સાંભળેલું ઘરમાં કહો, કુટુંબમાં કહો. ‘આ હિતકર અને એ હાનિકર, આ હેય અને એ ઉપાદેય' – એ સમજાવો, તો આ ઉત્તમ વસ્તુ હમણાં ફળે. ઉપાશ્રયની વાત શ્રાવકના ઘરમાં એવી ઘૂમે કે શ્રાવકની ભીંતોમાંથી પણ એ ત્યાગ અને વૈરાગ્યના જ ધ્વનિ નીકળે. શ્રી સિદ્ધગિરિરાજનું અણુએ અણુ પવિત્ર છે, શાથી ? એના કાંકરે કાંકરે અનંતા સિદ્ધ થયા છે એથી. એટલે ત્યાંનું વાતાવરણ જ એવું કે તેને દેખતાં જ આત્મામાં પરિવર્તન થયા વિના ન રહે. કોઈ તીવ્ર કર્મોદયવાળાની વાત જુદી છે. તેવી રીતે ઇતર પણ શ્રાવકને ઘેર આવે તો તેને પણ થાય કે કાંઈક છે. શ્રાવકનાં બાળકો પણ પ્રસંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org