________________
-
- ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજો - 30 -
-
૧૪૯
તેની આંખમાં પોતાના
પ્રતાપે પરમ ઋદ્ધિસંપન્ન છતાં શ્રી ધનાજી વાતવાતમાં સંસારનો પરિત્યાગ કરી શક્યા.
એક દિવસ ધનાજીને તેમની આઠે સ્ત્રીઓ સ્નાન કરાવે છે. આઠમાં એક શ્રી શાલિભદ્રજીની બહેન છે. ધનાજીને નવરાવવા નોકર મળે તેમ હતું, પણ જરૂર નહોતી પડતી, કારણ કે એ સ્ત્રીઓ પતિની ભક્તિમાં નાનમ નહોતી માનતી. આઠ પૈકીની એક, કે જે શ્રી શાલિભદ્રજીની બહેન છે, તેની આંખમાંનું આંસ શ્રી ધનાજીના ખભા ઉપર પડ્યું. એટલે ધનાજીએ ઊંચું જોયું. તો પોતાની પત્નીને રોતી જોઈને, રોવાનું કારણ પૂછ્યું. ઉત્તરમાં તેણે કહ્યું કે “મારા ભાઈ શ્રી શાલિભદ્રને વૈરાગ્ય થયો છે. એના યોગે એ રોજ એક એક વસ્તુ તથા એક એક સ્ત્રીનો ત્યાગ કરે છે.' આ સાંભળી ધનાજીએ કહ્યું કે “કર્યો ત્યાગ તારા ભાઈએ ! જેને ત્યાગ કરવો હોય તે એક એક તજે ? તજવા જેવું જાણ્યું પછી એક એક તજવાનું હોય ? દૂધના પ્યાલામાં ઝેર જાણ્યું, પછી ટીપે ટીપે રેડવાનું કે ઊંધું વાળવાનું ? પાછળ જોવાનું કામ તો પશુસિંહનું ! નરસિંહ તો પાછળ ન જુએ.' આ જાતના કથનથી શ્રી શાલિભદ્રજીની બહેનની આંખમાં આંસુ સુકાઈ ગયાં. જો ત્યાં એમ કહ્યું હોત કે હે ! શાલિભદ્ર દીક્ષા લે છે, જુલમ કહેવાય, જોઈએ તો ખરા કેવો લે છે ? લેવા દઉં નહિ, એની અને એના ગુરુની બરાબર ખબર લઉં.' તો શું થાત ? પણ પુણ્યશાળી અને પ્રભુના શાસનથી સુવાસિત થયેલા આત્મા તેમ કહે જ નહિ અને ઊલટું શ્રી ધનાજી તો કહે છે કે ‘તારો ભાઈ તો બાયેલો છે, છોડવું નક્કી છે, પછી એક એક છોડવાનું હોય?' એથી શ્રી ધનાજીની બીજી સાતે પત્નીએ કહ્યું કે “કહેવું સહેલું છે, પણ કરવું કઠિન છે.”
ધનાજીએ કહ્યું : ‘કરવું કઠિન એ કાયર માટે, બહાદુર માટે નહિ !' સાતે સ્ત્રીઓ બોલી : “કરોને ! ખબર પડે.” ધનાજીએ કહ્યું : “લો ત્યારે કબૂલ, આ ચાલ્યો.” સાતેય સ્ત્રીઓ બોલી : “અમે તો મશ્કરી કરતી હતી.” ધનાજી બોલ્યા : “આપણી મશ્કરી પણ ફળવતી હોય.” આઠે કહે કે : “અમે પણ સાથે.” ધનાજીએ કહ્યું : “ચાલો ત્યારે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org