________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો જે
દૃષ્ટિથી ભલું થતું અજ્ઞાન આત્માઓને દેખાતું હોય, તો પણ તે પરિણામે ભયંકર જ છે. માટે જ્ઞાની પુરુષોએ એકાંત હિતદ્દષ્ટિથી બાંધેલી મર્યાદાઓને કોઈ પણ રીતે લંઘવી જોઈએ નહિ.
૧૪૮
મર્યાદાની મહત્તા સૂચવતો પ્રસંગ :
ભગવાન શ્રી તીર્થંકરદેવનું સમવસરણ, કે જ્યાં વિકાર થાય જ નહિ, જેમના અતિશય એવા કે વિકાર થયેલ હોય તેય શમી જાય એવું સ્થાનઃ શ્રી મૃગાવતીજીની ત્યાં મોડે સુધી બેસવાની ભાવના પણ નહિ, સાક્ષાત્ તીર્થંકરદેવ જ્યાં છે ત્યાં એ દિવસ ધારીને બેઠેલા : સૂર્ય-ચંદ્ર મૂળ વિમાને આવેલા માટે રાત્રિના સમયની ખબર ન પડવાથી બેઠેલાં ! છતાંયે શ્રી ચંદનબાળાજીએ મર્યાદા ખાતર કહ્યું કે ‘હે કુલવતી ! તને આ ન શોભે,’ ચંદનબાળા જાણતાં હતાં કે મૃગાવતી ભૂલ કરે એવાં નથી, કુળવતી છે, પણ ભૂલ થઈ, મર્યાદાનો ભંગ થયો, માટે સામાન્ય રીતે આટલું કહ્યું. કરનાર ગમે તે ઇરાદે કરે, પણ જોના૨ કે સાંભળનાર શું ધારે ? મૃગાવતીજીએ પણ બચાવ ન કર્યો કે ‘સમવસરણમાં હતી, બીજે નથી ગઈ. એમાં વાંધો શો ?' તરત ભૂલ સમજ્યાં અને વિચાર્યું કે જરૂર મારાથી મર્યાદાભંગ થયો. તરત ગુરુણીના પગમાં માથું મૂકી ક્ષમા માગી. શ્રી ચંદનબાળાજીના દિલમાં કંઈ જ હતું નહિ, મર્યાદા પૂરતો જ ઠપકો દીધો હતો અને મૃગાવતી જેવીને તો ઠપકો દેવો જ જોઈએ, કે જેથી બીજી સાધ્વીઓ ઉપર પણ અસર થાય. શ્રી ચંદનબાળાજી તો સૂઈ ગયાં. મૃગાવતીજીને લાગ્યું કે ગુરુણીજીને ગુસ્સો થયો. બસ, ન બોલે ત્યાં સુધી માથું ઊંચકવું નહિ. એવી ક્ષમાપના કરી, કે ત્યાં જ કેવળજ્ઞાન. આ વાત પહેલાં કહેવાઈ છે. પછી શ્રી ચંદનબાળાને પણ એમના યોગે કેવળજ્ઞાન થયું, એ બધું કહેવાયું છે, જે તમે જાણો પણ છો.
424
વાડ જ ચીભડાં ગળે તો શું થાય ?
આથી સ્પષ્ટ છે કે કોઈ પણ બહાના નીચે શાસ્ત્ર બાંધેલી મર્યાદા તોડવી, એના જેવું ભયંકર પાપ એક પણ નથી, કદાચ મર્યાદા ન પાળી શકાય તો કહેવું જોઈએ કે ‘હું ઢીલો છું.’ ભાવના જીવતી જાગતી રાખે, પણ એમાં શું વાંધો, એમ બોલે તો બચવાની બારી જ નથી રહેતી. તમારી અને અમારી ભાવના તો એક રહેવી જોઈએ. પરિણામ અને પ્રવૃત્તિમાં ભલે ફેર થાય. એ એક ભાવનાના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org