________________
423
-
– ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજો - 30
–
૧૪૭
આવ્યો. અમદાવાદમાં પણ ધામધૂમથી પ્રવેશ કરાવ્યો, હીરા, મોતી, માણેક, પન્ના, હાથી, ઘોડા અને પાલખી વગેરે સૂબાએ સામે ધર્યું અને કહ્યું કે “લો, કૃપા કરો !! શ્રી હીરસૂરીશ્વરજીએ કહ્યું કે “જૈન સાધુને આમાંનું કાંઈ કહ્યું નહિ.”
સૂબાએ કહ્યું : “આપ દિલ્હી જશો શી રીતે ?' શ્રી હીરસૂરિજીએ જવાબ આપ્યો : “પગથી.'
સૂબો તો સજ્જડ જ થઈ ગયો. સૂબો મનથી વિચારે છે કે કામ બાદશાહને. બોલાવે છે, બાદશાહ, જવું આમને અને તે પણ પગે ? તરત પોતે બાદશાહને લખી દીધું કે “મેં આજ સુધીમાં ઘણા ફકીરો જોયા, પણ એમાં આવો એક પણ જોયો નથી.” શાસ્ત્ર કહે છે કે અકબર બાદશાહ વિજયહીરસૂરીશ્વરજી મહારાજને તો જોશે ત્યારે જોશે, પણ સૂબાના શબ્દની અસર થઈ ગઈ. બાદશાહે વિચાર્યું કે સૂબો ચુસ્ત મુસલમાન, હિંદુ માત્રને કાફર કહે એવો, કોઈની પ્રશંસા તો કરે જ નહિ, એ પણ જ્યારે આમ લખે છે ત્યારે એ ફકીર કેવા હશે ! આચારમાં રહ્યા તો આ અસર થઈ, આચાર છોડીને ગયા હોત તો આ અસર થાત નહિ. ઉપદેશની અસર પણ આચારને અનુસરીને થાય. કોઈ તત્ત્વજ્ઞાની ભલે ગમે ત્યાંથી તત્ત્વજ્ઞાન લે, તે વાત જુદી છે.
શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજીને બાદશાહે જોયા. તત્ત્વ પામ્યો. તોય એને એમ થયું કે આ તે દેખાવમાં છે કે સાચું ? ફૂપે વેષે, રાત્રે-દિવસે, જુદી જુદી રીતે, બાદશાહે પરીક્ષા કરી છે અને જોયું કે આ ત્યાગ એ ત્યાગ તરીકે છે, નહિ કે દેખાવ તરીકે. પછી પૂછવું જ શું? એ પછી જે ઉપકાર થયા તે ચિરસ્થાયી થયા. જો માર્ગ છોડીને ઉપકાર કરાય, તો સાંભળનારાને જરૂર થાય કે વસ્તુ ઠીક, પણ જરૂર આવે તો છોડી પણ શકાય છે. એટલે ઉપકારના નામે પોતાનો નાશ કરનારા, પરિણામે સ્વ અને પરનો ઉપકાર કરનાર સન્માર્ગનો પણ નાશ કરનાર થાય છે, આથી જ કહેવું પડે છે કે શાસ્ત્રોક્ત મર્યાદાને ન લંઘો
લોકોત્તર મર્યાદા લૌકિક મર્યાદાથી ભિન્ન જ રહેવાની. તમારે અને મારે પ્રભુના શાસનમાં રહેવું હોય, તો લોકોત્તર મર્યાદાનો સ્વીકાર કરવો જ પડશે. આજ કાલ લૌકિક છાયા એવી પડી છે કે વાતવાતમાં લોકના ભલાના નામે શાસ્ત્રીય મર્યાદાઓ છોડવાની વાત થાય છે. શાસ્ત્રોક્ત મર્યાદાઓ છોડવાથી કોઈ પણ કાળે સ્વનું કે પરનું ભલું થતું જ નથી અને જો કદાચ ક્ષુદ્ર તથા અજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org