________________
૧૪૯
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
422
પોતાને ઘેર ભિક્ષા માટે એ મુનિને લઈ ગયો. વહોરાવવાની સામગ્રી તૈયાર રાખી હતી. મોદક વગેરે દરેક વસ્તુમાંથી એક એક અણુ લઈ વહોરાવ્યો. મુનિ કહે છે કે “ભિક્ષા આપે છે કે મશ્કરી કરે છે ?” શ્રાવક કહે છે કે જે આદમી જેના સિદ્ધાંતમાં રહેવાની ઇચ્છા ધરાવતો હોય, તેણે તેના સિદ્ધાંતનો અમલ કરવો જોઈએ.” “આખી વસ્તુના છેલ્લા પ્રદેશમાં વસ્તુ આવે એ આપનો સિદ્ધાંત છે. મેં અણુ લીધો એમાં મોદક આવી ગયો ને !' ઝટ એ મુનિ ચોક્યો. ઠેકાણે આવી ગયો. ભૂલ સુધારી. મિથ્યાત્વ ખસી ગયું : સમ્યક્ત્વ આવ્યું અને માર્ગ પામ્યો. શ્રાવક મિત્ર, ભાઈ કે માબાપ તરીકે આ રીતે બચાવ કરે. પાંચ આંગળી સરખી હોતી નથી. માટે કોઈ વાત ખોટી લાગે તો સુધારવી, પણ વસ્તુના સ્વરૂપથી વિપરીત જવાની જરૂર નથી.
સમજો કે તમે આજે રેલમાં બેઠા નથી, બેસવાના પણ નથી, જે બેસવાના હોય એની વાત જુદી રાખો, છતાં પણ શાસ્ત્ર કહે છે કે નહિ બેસવા છતાંયે એ અવિરતિનો ઓઘ દોષ લાગે. અલબત્ત બેસવાથી વધારે લાગે, બેઠા પછી ખુશી થવાથી એથી વધારે લાગે, એ વાત જુદી છે. જમવા બેસે તેમાં એક સ્વાદ વિના જમી લે અને એક “ઘઉં ક્યાંના ? ભાલના બહુ મજાના, ત્યાંના ખેડૂત પણ સારા, ખેતી પણ સારી' - આવી આવી વાતો કરતાં જમે. આથી ક્રિયા એકની એક પણ પરિણામમાં ફરક. અને એને લઈને કર્મબંધમાં પણ ફરક. આથી દરેકનું પ્રમાણ કરે અને આસક્તિ છોડે. વાહન વિના ન ચાલે તો વાહનની પણ એક, બે કે ત્રણ” એમ ગણતરી રાખે ને તેમાંયે અમુક જ ત્રણ રાખે એ ચડે. એમાંયે અમુક જ ટાઇમ એ એથીયે ચડે. શ્રાવક ચૌદ નિયમ ધારે એથી બાકીની ચીજોનો ઓઘ દોષ તેને ન લાગે અને એથી અંશે એ પણ લોકોત્તર બને. શાસ્ત્રોક્ત મર્યાદા ન લંઘો !
ઉપકાર માટેના પ્રશ્નમાં એ જ ઉત્તર કે, શાસ્ત્ર કહે છે કે ઉપકાર એવો ન જોઈએ, કે જેથી શાસ્ત્રની મર્યાદા માંગે. જગદ્ગુરુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજાને બોલાવવા માટે બાદશાહે પોતાના મંત્રીને હુકમ કર્યો. અમદાવાદના સૂબા ઉપર પણ હુકમ મોકલ્યો કે શ્રી હીરસૂરીશ્વરજીને બહુમાનથી દિલ્હી તરફ આવવાની વ્યવસ્થા કરી આપો. એમને દિલ્હી આવવા માટે જોઈતી તમામ સામગ્રી પૂરી પાડો. સૂબો શ્રી હીરસૂરીશ્વરજીની સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org