________________
- ૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજે - 30 -
—
૧૪૫
ઉપાશ્રય શ્રાવકોને ધર્મક્રિયા કરવા માટે થાય છે. શાસ્ત્રની વિધિ કે મર્યાદાથી તમે અને અમે જેટલા ખસીએ, તેટલા દોષના ભાગીદાર. શિથિલતાનો દોષ સેવાતો હોય તે નિભાવવો નહિ, પણ સુધારો કરવો, પણ એટલા માટે સન્માર્ગ ન કહેવો એમ નહિ. બેયની ભૂલનો સ્વીકાર કરી ભૂલ કેમ સુધરે, એની કાર્યવાહી કરવાની ફરજ છે, માટે તો કહું કે વાત જચે નહિ ત્યાં સુધી ખોટી હાજી કહેવી નહિ. તમારી ખોટી હાજીથી તો સાધુઓ પણ કોઈ વાર ડૂબી જાય. શ્રાવક એ પણ અંશે લોકોત્તર છેઃ
શ્રાવકોને સાધુના મિત્ર જેવા, ભાઈ જેવા અને માબાપ જેવા પણ કહ્યા છે. શ્રાવક સાધુને મિત્રની જેમ સલાહ આપે, ભાઈની જેમ પણ સલાહ આપે અને માબાપની જેમ સલાહ આપે. તમે સાચા મિત્ર બનો. સાચા મિત્રની આજે દુનિયામાં ખોટ પડી છે. ભાઈ તરીકે પણ બનો અને માતા-પિતા તરીકે પણ બનો. એમાં કશી જ હરકત નથી, પણ એ ક્યારે બનાય ? ત્યારે જ બનાય, કે જ્યારે રત્નત્રયી પ્રત્યે સાચો સદુભાવ હોય. એક દષ્ટાંતઃ મા, બાપ, મિત્ર જેવા શ્રાવકનું
એક નિદ્ભવ થયો છે. તે માનતો કે, આત્માના અસંખ્યાત પ્રદેશો છે એમાંના છેલ્લામાં જીવ છે, બાકીના પ્રદેશો નિર્જીવ છે. એ વાત સિદ્ધ કરવા એવી પણ એક યુક્તિ કાઢી કે સો તંતુનો પટ હોય, તેમાં નવાણું તંતુ ભેગા થાય ત્યાં સુધી એ સો તંતુનો પટ કહેવાય નહિ, સોમો તંતુ મળે ત્યારે જ સો તંતુનો પટ કહેવાય, માટે સો તંતુનો પટ, છેલ્લા તંતુમાં રહ્યો. હવે એનું નિરાકરણ તો એ છે કે નવાણું ન હોત તો સોમો થાત ક્યાંથી ? સોમો તંતુ આવ્યા પછી પણ એ સોમો રહે ક્યારે ? પેલા નવાણું રહે ત્યારે. નવાણુંમાંથી એક પણ જાય, તો એ સોમો ન રહે. એ વાત એને સમજાવવામાં પણ આવી, પણ મિથ્યાત્વના ઉદયને લઈને એને જચી નહિ. વસ્તુ પકડી એ પકડી. જ્ઞાની કહે છે કે નવાણુંમાંથી એક પણ ખસે તો પેલો સોમો તંતુ સોમો નહિ રહે. પેલાનો તો પંથ ચાલ્યો. આ વાતની એક શ્રાવકને ખબર પડી. શ્રાવક મિત્ર, ભાઈ કે માબાપનું કામ કેવી રીતે કરે એના ઉપર દૃષ્ટાંત છે. એ શ્રાવક એ આવતા નિહ્નવની સામે ગયો. ભક્તિથી નહિ પણ જો સુધરે તો પ્રયત્ન કરું, ન સુધરે તો પછી નમસ્કાર ! ગામમાં લાવ્યા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org