________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
કંદમૂળ તો ખાય જ નહિ, ભક્ષ્ય વનસ્પતિ પણ પરિમિત - અમુક અમુક જ, તેમાં પણ પાશેર, અરધો શેર કે કેટલી ? તેનું પ્રમાણ. આટલા માટે તો શ્રાવક ચૌદ નિયમ ધારે. ખાવા-પીવા સિવાયના ટાઇમમાં મુઠસીનું પચ્ચક્ખાણ રાખે. જમીને ઊઠ્યો કે એ પચ્ચક્ખાણ હોય જ.
૧૪૪
સભા : ‘મુઠ્ઠીસહિયં’ હોય ને વધુ વખત ખાય તો દોષ લાગે ?
ખાવું એ જ દોષ. અઢારે પાપસ્થાનકની પ્રવૃત્તિ દોષમય છે. અસંયમ એ જ દોષ. સંયમમાં દોષ નહિ. જેટલો અસંયમ એટલો દોષ.
420
સભા : હોટેલોમાં જે ચીજો થાય છે, તે ક્યાં અમારે માટે થાય છે ?
આ પ્રશ્ન જ અયોગ્ય છે, કારણ કે હોટલો, હોટલોમાં જનારા પણ છે માટે જ ચાલે છે. જેમ રેલ બેસનારા માટે છે, તેમ હોટલો હોટલોમાં જનારા માટે છે. જેમ રેલમાં બેસનારાઓને રેલનો દોષ લાગે, તેમ હોટલોમાં જનારાઓને તેનો પણ દોષ લાગે જ. જેમ ગરમ પાણી પીનારો જ્યાં ત્યાં પાણી પીવા મોઢું નહિ મારે, કારણ કે તેના માટે એક ગરમ પાણી જ નિયત થઈ જાય છે અને ટાઢું પાણી પીનારો ભલે ઘેર જ પીતો હોય, પણ તૃષા લાગી હોય તો નળે પણ પી લે, ન પીએ એવા પણ છે, પણ આપણો મુદ્દો એ છે કે ‘પ્રસંગે આવે તો પી લે’- એ પણ બન્નેને ! પી લેવાનું ખુલ્લાપણું એ દોષ : એ જ અવિરતિનો દોષ. ભલે એ અમુક કામ ન કરે, પણ પ્રસંગ નથી માટે ! પ્રસંગ પડે તો કરી પણ લે માટે એ અવિરતિનો ઓથ દોષ છે, નિયમ એ તેના પર અંકુશ છે. રેલ ચાલે કોના માટે ? બેસે એના માટે, એનો ઉપયોગ કરનારા માટે. સાધુ ઉપયોગ કરતા જ નથી માટે બાતલ. તેવી જ રીતે હોટલો તેમાં જનારાઓ માટે છે, તેથી જતા હોય અગર ‘નહિ જવાના' નિયમ વિનાના હોય, તે સઘળાઓને એ દોષ લાગે. જેઓ ‘નહિ જવાના' એવો નિયમ કરી જીવનને નિયમબદ્ધ બનાવી લે છે, તેઓ જ તે અવિરતિના ઓઘ દોષથી મુક્ત થાય છે.
સભા : કોઈ સાધુ ઉપકાર માટે રેલમાં બેસે તો શી હરકત ?
ઉપકારના નામે પણ શ્રી જેનશાસનમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી એક પણ પ્રવૃત્તિ કરવાની છૂટ નથી. જો આત્મા શાસ્ત્રમર્યાદાથી એક વાર પણ ખસે, તો પરિણામે તેનું સર્વસ્વ ચાલ્યું જાય છે.
સભા : ઉપાશ્રય થાય છે તે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org