________________
૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજો
એની પાછળ આટલી બધી ધાંધલ શા માટે ? એની પાછળ રોવાનું કારણ શું ? જે વસ્તુના સ્વરૂપને સમજે, તે કદી જ અનિત્ય લક્ષ્મી માટે ન જ રૂએ. વસ્તુસ્વરૂપને સમજનારા દુનિયામાં બે પ્રકારના હોય છે : એક હૈયામાં સમજી દુનિયાને સમજાવી શકે અને એક હૈયામાં સમજે પણ દુનિયાને સમજાવી ન શકે. દરેક વસ્તુ જાણે તેટલી કહી શકાતી હોત તો કામ થઈ જાય.
419
-
30
Jain Education International
શ્રી તીર્થંકરદેવો જાણે છે બધું જ, પણ જેટલું જાણે છે તેના કરતાં અનંતમા ભાગે જ કહી શકે છે, કારણ કે જ્ઞેય પદાર્થોમાં જેટલા પદાર્થો અભિલાપ્ય એટલે કહેવા યોગ્ય છે, તેના કરતાં અનંતગણા પદાર્થો અનભિલાપ્ય એટલે નહિ કહેવા યોગ્ય છે. એ અભિલાપ્ય એટલે કહેવા યોગ્ય પદાર્થોનો અનંતમો ભાગ જ, શ્રી તીર્થંકરદેવો પણ કહે છે. આ બધું વસ્તુસ્વરૂપ સ્પષ્ટપણે સમજાઈ જાય તો દુનિયાની કોઈ પણ વસ્તુ આત્માને ખેંચી શકે નહિ, કેમ કે તે આત્મા પોતાના આત્મસ્વરૂપને ભૂલે નહિ.
૧૪૩
આત્માના ભલામાં જ જગતનું ભલું રહેલું છે !
દુનિયામાં એવી કોઈ ચીજ નથી, એવો અક્ષરસંયોગ નથી કે કોઈ પદાર્થ નથી, કે જે શ્રી અરિહંતદેવના આગમમાં વર્ણવાયો ન હોય. પૂર્વાદિ શ્રુત ગયું ઘણું, પણ જે રહ્યું છે તે એટલું સુંદર છે કે એમાં અરીસામાં જેમ પ્રતિબિંબ દેખાય, તેમ સારી દુનિયાના પદાર્થોનું સ્વરૂપ દેખાય. શરત એટલી જ કે જોનારને જોતાં આવડવું જોઈએ.’
સભા : કેટલાં પૂર્વ લખાયાં ?
પૂર્વનું જ્ઞાન લખાય જ નહિ. લખી શકાય નહિ. જે લખાયું છે તે તો બહુ ૪ થોડું. તેટલું પણ મજબૂત રીતે હૃદયમાં ઊતરી જાય, તો દુનિયામાં આત્મા કદી મુંઝાય નહિ. ભલે પારકાનું ભલું ન કરી શકે, પણ પોતાનું તો ભલું ક૨શે ૪. પોતાના ભલામાં પારકાનું ભલું થઈ જ જાય છે. શ્રી જૈનશાસનનું ‘ભલું’ એવું છે કે એ માર્ગે પોતાનું ભલું કરવા નીકળે, તે વગર મહેનતે અનંતા આત્માઓને અભયદાન આપે છે, અનંતા આત્માના શ્રાપનું કારણ પોતે બનતો નથી. શ્રાવક બને તે પણ, ચાલે ત્યાં સુધી ઘાસ ઉપર પગ ન મૂકે. પાણીમાં પગ ન મૂકે, રસ્તામાં જેમ આવી તેમ સોટી કે છત્રી હલાવે નહિ. સારો શ્રાવક ઓછામાં ઓછું સાંજે ચોવિહાર તથા સવારે નવકારશીનું પચ્ચક્ખાણ કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org