________________
૧૪ર
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
418
ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે જે કાંઈ કહેવાનું કે લખવાનું તે શ્રી અત્ત ભગવાને કહેલું હોય તે જ અને રાગ, દ્વેષ અને મોહાદિ દોષો જેના સર્વથા નાશ પામ્યા હોય તે જ શ્રી અરિહંતદેવ. આપણે કેવળ નામના વ્યક્તિના, દેખાવના કે આડંબરના પૂજારી નથી જ, પણ વસ્તુના પૂજારી છીએ.
કોઈ કહે કે “મહાવીર તો વિષયમાં લીન હતા, રંગરાગમાં પડેલા હતા' - તો કહી જ દેવું કે, એ મહાવીર અમારા નહિ. સમ્યગ્દષ્ટિનું લક્ષણ એ છે કે તે સારાનો ગ્રાહક અને ખોટાનો વર્જક હોય. ખોટું વર્જાય નહિ અને ખોટું કરવું જ પડે તો જરૂર તેને દુઃખ અને તેનો પશ્ચાતાપ તો થાય જ. ‘દેવ, ગુરુ અને ધર્મ તો આ જ' - એવો નિશ્ચય તો તેનો અબાધિત જ હોય.
સંસારમાં રહેવા છતાં, આરંભ સમારંભ કરવા છતાં, સમ્યગ્દષ્ટિ આત્માને કર્મનો બંધ થોડો પડે એ શાથી ? એથી કે એ આત્મા આરંભાદિકનો રસિયો હોતો નથી અને કદાચ તેને પાપ કરવું પડે, તો પણ તે બળતે જ હૃદયે કરે છે. ધર્મીપણાની આ જ એક ખાતરી છે. એવા આત્માને પાપથી છૂટવું એ સહેલું છે.
પૂર્વના પુણ્યશાળી આત્માઓને અચાનક વૈરાગ્ય થતો, એ શાથી ? હૃદય જ એ જાતનું ઘડાયેલું હતું એથી. ભોગસામગ્રી મોજૂદ હતી, કર્મોદયે સામગ્રી મેળવતા, ભોગવતા, પણ સહેજ પ્રસંગ મળ્યો કે છોડી પણ દેતા. શાથી ? એ જ કારણ કે હૃદય છોડવા પ્રત્યેનું હતું નહિ તો ઊંચામાં ઊંચી સામગ્રી મેળવેલી હોય અને સમય આવ્યે ચાલી નીકળે, એ બને જ શી રીતે ? આજ તો નાનામાં નાના ધર્મની પણ ભાવના થાય, પણ દુનિયાદારીની વ્યવસ્થામાં જ ઘણો સમય ચાલ્યો જાય. શાથી ? ભાવનાનું સ્થિરીકરણ નથી એથી.
સમ્યગ્દષ્ટિ આત્માએ ગ્રાહક તો સત્યના જ રહેવું, પાપ કરવું પડે તો પણ કંપવું, પ્રાણાંતે પણ ખોટાની પ્રશંસા તો ન જ કરવી. વસ્તુસ્વરૂપને જાણતા આત્માઓ કદી જ નાશવંતી વસ્તુઓમાં આસક્તિ ધરાવનારા હોતા જ નથી. સમ્યગ્દષ્ટિ એવા પુણ્યવાનોને લક્ષ્મીની તેવી પરવા નથી હોતી. લક્ષ્મીની તેઓ તેવી મોટી કિંમત આંકતા જ નહોતા અને એ જ કારણે લક્ષ્મી તેઓની સેવામાં જ રહેતી. આપત્તિમાં પણ આવા પુરુષોની હાલત એકસરખી જ રહેતી.
શ્રીમંતાઈ શબ્દ મજેનો, પણ વસ્તુસ્વરૂપ સમજે તેને માટે ! શ્રીમંતાઈ રાખી રહે ? જો રાખવાથી, વળગી પડવાથી, બાઝવાથી, ન જ રહે તો પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org