________________
૧૦ઃ મર્યાદાનું મહત્ત્વ સમજે !
સારના ગ્રાહક અને ખોટાના વર્જક બનો !
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવી ગયા કે શ્રી અરિહંતદેવના ઉપદેશ વિના વિશિષ્ટ વિવેક જાગતો નથી અને વિશિષ્ટ વિવેક જાગે નહિ ત્યાં સુધી હેય અને ઉપાદેય પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન થતું નથી, એ જ્ઞાન ન થાય ત્યાં સુધી રાગ, દ્વેષ ને મોહ ઓછા થતા નથી, એ ઓછા ન થાય ત્યાં સુધી દુઃખ દૂર થતું નથી અને દુઃખ દૂર ન થાય ત્યાં સુધી સુખની પ્રાપ્તિ થતી નથી. એ જ કારણે ટીકાકાર મહર્ષિ કહે છે કે “અમે શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને જ કરવા માગીએ છીએ.” આ ક્યારે બોલાય ? વચન ઉપર આસ્થા મજબૂત બની હોય. તો જ. અમલનો આધાર તો શક્તિના વિકાસ ઉપર છે, પણ વચન ઉપરની શ્રદ્ધા તો અચળ હોવી જ જોઈએ.
સૂત્રાદિકની રચના કરનારા, રચનામાં પ્રથમ ગુણસ્થાનકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીની, યાવતું સિદ્ધિપદની વાતો પણ લખે, છતાં તે મહર્ષિઓ રચતી વખતે હોય તો છછે કે સાતમે ગુણઠાણે: બહુલતયા છછું હોય. રચનાર આઠમા આદિ ગુણસ્થાનકોને પામેલા હોતા નથી પરંતુ ભગવાન શ્રી અરિહંતદેવે દર્શાવેલા તે તે ગુણસ્થાનકના સ્વરૂપ આદિ પ્રત્યે અખંડ શ્રદ્ધાળુ તો હોવા જ જોઈએ. બાકી જેઓ જે વસ્તુને પામેલા હોય, તેઓ જ તે વસ્તુને જણાવી શકે એવો કાંઈ કાયદો નથી. વસ્તુ સારી છે, પામનાર નિર્મળ બને, મોહનીય કર્મનો, જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મનો નાશ થાય, અંતરાયકર્મ તૂટે, તો કેવળજ્ઞાન મળી શકે અને જે મન, વચન, કાયાના યોગો રૂંધે તે જ મુક્તિ પામી શકે. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય સર્વથા જાય તથા મન, વચન તથા કાયાના યોગોને સંપૂર્ણપણે રૂંધે, ત્યારે જ આત્મા મુક્તિપદે જઈ શકે છે. મુદ્દો એ છે કે લખનારા બધુ પામેલા જ હોય એમ નહિ, પણ શ્રી અહંન્ત ભગવાનના વચનને શ્રદ્ધાથી માનનારા તો જરૂર જ હોય અને એ શ્રદ્ધાના અને યથાશક્તિ આજ્ઞાનુસાર અમલના યોગે ધીમે ધીમે પણ તેઓ ઇષ્ટસિદ્ધિ પામ્યા વિના રહે જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org