________________
૧૦ : મર્યાદાનું મહત્ત્વ સમજો !
• સારાના ગ્રાહક અને ખોટાના વર્જક બનો ! • આત્માના ભલામાં જ જગતનું ભલું રહેલું છે ! • શ્રાવક એ પણ અંશે લોકોત્તર છે : ૭ શાસ્ત્રોક્ત મર્યાદા ન લંઘો !
ન
મર્યાદાનું મહત્ત્વ સૂચવતો પ્રસંગ :
• વાડ જ ચીભડાં ગળે તો શું થાય ?
♦ શ્રાવકના આચારોમાં પ્રવીણ બનો :
વિષય : ચરણકરણાનુયોગની મહત્તા જાણ્યા બાદ એની ઉપર શ્રદ્ધા જ જોઈએ એ માટે શાસ્ત્રોક્ત મર્યાદાનું પાલન જરૂરી.
30
જિનેશ્વરદેવનું જ વચન શું કામ પ્રમાણ કરવું ?' એ વાતનો સામાન્ય નિર્દેશ કર્યા બાદ જેટલું પણ જિનવચન જણાય તે અસ્થિમજ્જા બનાવવું જોઈએ' એ વાતને સ્પષ્ટ કરવા અનેક વ્યવહારુ દાખલા આપ્યા. શાસન જેમ લોકોત્તર તેમ શાસનમાં રહેલા શ્રાવકો પણ લોકોત્તર. માટે મર્યાદાને જાળવવા અવસરે એ પણ મા, બાપ, મિત્ર જેવો બની જાણે. શાસ્ત્રોક્ત મર્યાદાના પાલનમાં જ સૌનું કલ્યાણ છે. ઉપકારના નામે પણ મર્યાદા તોડે એ પરિણામે સ્વપરનું અહિત જ નોતરે છે. આ વાતના સ્પષ્ટીકરણ માટે એક પ્રદેશી નિહ્નવ, હીરસૂરીશ્વરજી મહારાજાનું આચારપાલન, ચંદનબાળાજી - મૃગાવતીજી અને ધનાજી વગેરેનાં દૃષ્ટાંતોનો પણ સુયોગ્ય ઉપયોગ કરી વાંચનારના મન ઉપર ‘મર્યાદા એ જ કલ્યાણ'ની છાપ મૂકી દે એવું આ પ્રવચન છે.
મુલાકાતૃત
♦ સમ્યગ્દષ્ટિનું લક્ષણ એ છે કે તે સારાનો ગ્રાહક અને ખોટાનો વર્જક હોય.
ઉપકારના નામે પણ શ્રી જૈનશાસનમાં જિનાજ્ઞાવિરુદ્ધ એક પણ પ્રવૃત્તિ કરવાની છૂટ નથી. ♦ જો આત્મા શાસ્ત્રમર્યાદાથી એક વાર પણ ખસે, તો પરિણામે તેનું સર્વસ્વ ચાલ્યું જાય છે.
♦ શિથિલતાનો દોષ સેવાતો હોય તે નિભાવવો નહિ, પણ સુધારો કરવો, પણ એટલા માટે સન્માર્ગે ન કહેવો એમ નહિ.
ઉપકાર એવો ન જોઈએ કે જેથી શાસ્ત્રની મર્યાદા ભાંગે.
♦ વૈરાગ્ય પ્રત્યે વેર અને વીતરાગનું અનુયાયીપણું, એ બને ? નહિ જ.
♦ વિરાગ સામેનો વિરાગી એ જૈનશાસનનો અનુયાયી નથી.
સમજનાર વક્ર અને જડ ન હોય, તો આચારમાં પ્રવીણ થયેલો શ્રાવક સમજાવીને સારું પરિવર્તન કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org