________________
415
– ૯: “લોગવિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ :- 29
-
૧૩૯
ભાવના, તે કરણીય કે જેનું પરિણામ સ્વપરને કલ્યાણકારી હોય. “રાજા છે, અનાડી છે, જવા દેને !” આમ કર્યું હોત તો ? તો શાસ્ત્રમાં નોંધાત કે કાલિકસૂરિજીએ પણ ગોટો વાળ્યો અને એ વાતને આગળ કરી આવો ગોટો વાળવામાં વાંધો નહિ એમ ગણી, કંઈક આત્મા ઉન્માર્ગે જાત. એ મહાપુરુષો સત્યપ્રરૂપણાના પ્રસંગે પ્રાણની પણ પરવા નહોતા કરતા. શાસ્ત્ર કહે છે કે સત્ય પ્રિય, મિત તથા હિત બોલવું. પછી આગળ કહે છે કે સત્ય કહેવા ખાતર મિતપણું છોડવું પડે તો છોડવું. પ્રમાણ મૂકવું પડે તો મૂકીને પણ, અધિક પ્રમાણમાં પણ કહેજો. પ્રિયથી ન માને અને અપ્રિય કહેવું પડે તો પણ કહેજો. પણ એ વચન હિતકારી તો નિયમ હોવું જ જોઈએ, કદાચ સત્ય ન હોય છતાં હિતકારી હોય તો જરૂર કહેવું. જો હિત ન હોય તો સત્ય, પ્રિય અને મિત એ ત્રણે ખોટું.
શ્રી ઉમાસ્વાતિજી મહારાજ પણ કહે છે કે સામો રોષ પામે કે તોષ પામે, પણ હિતકારી ભાષા જરૂર કહેવી. હિત એવું છે કે, આપ્યું ને તરત લાભ કરે એ ન બને, પણ પરિણામે લાભકારી જરૂરી બને છે. કરીયાતાનો ઉકાળો પીતાં તો કડવો લાગે, પણ પરિણામ મીઠું, માટે એ મીઠો. મીઠા બનવું હોય, જેને પરિણામે મીઠા બનવું હોય તેણે ઉકાળો હોંશે હોંશે પીવો. લોકવ્યવહાર પણ કહે છે કે દરદી ન પીએ તો પરાણે પાવો, હાથ બાંધીને પાવો, છાતી ઉપર પગ મૂકીને પાવો, એમ પણ ન પિવડાવાય તો મોંમાં વેલણ ઘાલીને પાવો. માતાને ચાર-પાંચ બાળક હોય, કોઈને કહે કે, પી જા અને પી જાય, કોઈને સાકરની ગાંગડી આપી પાય, કોઈને જરા ઠપકો આપીને પણ પાય, કોઈને પકડી મોં ફાડીને પણ પાય. જુદી જુદી રીતે પણ પાય ત્યારે રહે. બધા એકસરખા હોય ? સત્યને તથા અસત્યને, સંયમને તથા અસંયમને વિરોધ તો રહેવાનો. જ્ઞાની કહે છે કે ધર્મના આરાધનમાં વિરોધને ગણકારાય નહિ. સારા કામમાં દરેક કાળમાં ઓછો વધતો વિરોધ તો રહેવાનો જ. શાસ્ત્રદષ્ટિએ, શિષ્ટ પુરુષોની દષ્ટિએ જે વિરુદ્ધ કાર્યો હોય તે ન કરવાં, પણ અજ્ઞાન લોકના વિરોધ માત્રથી કલ્યાણકારી ક્રિયાઓનો પરિત્યાગ ન કરવો અને ઉત્સાહ તથા આનંદપૂર્વક શક્તિને લેશ પણ ગોપવ્યા વિના, કલ્યાણકારી ક્રિયાઓની આરાધના કરવી, કે જેથી અલ્પ સમયમાં પોતાનું સ્વરૂપ સાધી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org