________________
૧૩૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
–
414
રીતે આ આગમ એ રંગનાં કૂંડાં, ગુરુ ચિત્રકાર, તમને આગમમાંથી દેવાનું કે તમારામાંથી આગમમાં નાખવાનું ? વિધિ છે કે દેશકાલ જોવો જોઈએ તે શા માટે ? આગમ ઉપયોગી કેવી રીતે થાય તે જોવા માટે ! આગમને ઊંધાં કરવા માટે નહિ. તમારાથી ગભરાઈ કૂંડાં ઊંધાં વાળીએ કે બહારનું લઈ કૂંડાં બગાડીએ, તો અમારા જેવા મૂર્ખશિરોમણિ કોણ ? દેશકાળને સાચવીને પણ દેવાનું તો આ. કઈ રીતે આ દેવાય ? એ રીતે દેશકાલ જોવાય. અહીં વિરોધ કિંમત વિનાનો છે. જેનું અંતિમ સારું, તેનું બધું સારું :
ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે “શ્રાવતિ નગરીમાં ગોશાળો પણ પોતાને જિન મનાવતો ફરે છે. એ જિન નથી, પણ અમારી પાસે રહેતો મંખલિપુત્ર છે' એમ કહીશ તો એને ગુસ્સો થશે, લોકમાં અપવાદ ચાલશે, એ અહીં આવશે, બે મુનિને બાળશે, છેવટે મારી ઉપર પણ તેજલેશ્યા મૂકશે, એ જ તેજોલેશ્યા એનામાં પેસશે, સાત સાત દિવસ સુધી હેરાન થશે, અને છેવટે મૃત્યુ પામશે.' છતાં ભગવાન મૌન ન રહ્યા ને બધું કહ્યું. જો ન કહે તો હજારો આત્મા ઉન્માર્ગે જાય, ગોશાળાનું પણ અંતિમ સારું આવ્યું. છેવટે મરતી વખતે ગોશાળો પણ પામ્યો. છેવટે પામશે એ ભગવાન જાણતા હતા. અંતિમ સારું છે એ ભગવાન જાણતા હતા. છેવટે મરતી વખતે પોતાના ભક્તોને ભેગા કરી ગોશાળાએ કહ્યું કે હું પાપાત્મા છું, તારક ભગવાન શ્રી મહાવીર સાચા દેવ છે, હું ગુરુદ્રોહી છું, ઉપકારી તે છે, હું અજિન છું, જિન તે છે. જો તમે મારા ભક્ત હો તો મારા મતને મૂકી દેજો, મારા મડદાને પગે દોરડાં બાંધી મરેલા કૂતરાની જેમ ઢસડજો અને મારા સ્પર્શથી અપવિત્ર થયેલી ભૂમિ ઉપર પાણી છાંટો અને કહેજો કે ગુરુદ્રોહી આ પાપાત્માથી પૃથ્વી અપવિત્ર થઈ છે, માટે પાણી છાંટીએ છીએ.' પાછળથી તેના ભક્તોએ તેમ ન કર્યું. વચનના પાલન ખાતર બંધબારણે કર્યું.
શ્રી કાલિકસૂરીશ્વરજી પાસે આવી દત્ત રાજાએ પૂછ્યું કે યજ્ઞનું ફળ શું? હિંસાનું ફળ શું?' તરત સૂરિજીએ નરક' કહ્યું. આચાર્ય જાણતા હતા કે રાજા ઇરાદાપૂર્વક ધાંધલ કરવા આવ્યો છે, એને સત્ય કહેવાથી સાત સાત દિવસ પહેરામાં રહેવું પડશે, લોકમાં પણ હીલના થશે. અપવાદ બોલાશે, પણ અંતે પરિણામ શું છે ? મહાપુરુષો પરિણામ ઉપર લક્ષ્ય આપતા. બુદ્ધિ, ક્રિયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org