________________
૩ – ૯: “લોગવિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ:- 29 – ૧૩૭ આરો લાવવાની ભાવના ન હોય, શાસનમાં જીવતું જાગતું રહેવું હોય, તો લોકવિરોધથી જરાય ગભરાશો નહિ. જૈનશાસનમાં સામે પૂરે તરવાનું છે ?
શાસન આપણાથી નભે છે, એવું માનવાની જરૂર નથી. શાસનમાં તમારી અને અમારી કેટલી કિંમત છે, તે પોતાના આત્માને જ પૂછજો. આપણે ન હોઈએ તો શાસન ન રહે એમ કાંઈ નથી. શાસન તો પાંચમા આરાના છેડા સુધી રહેવાનું છે. પણ જે શાસનમાં આપણે છીએ, તે શાસન પ્રત્યે આપણી ફરજ તો ખરીને ! કઈ ફરજ એ તો વિચારવાનુંને આપણે કેવા ? પોલા. આજે જે બધી હોહા છે, તે શાસન ઉપર છે, વસ્તુ ઉપર છે. જેના ઉપર ધસારો આવે છે, તે તારક વસ્તુને સાચવવા માટે લોકવિરોધથી ગભરાયે પાલવે નહિ. તારક વસ્તુઓને સાચવવાની ફરજ છે. જ્ઞાની કહે છે કે લોકવિરુદ્ધ કાર્યથી બચજો, પણ ખોટા લોકના વિરોધથી ડરતા નહિ. જ્યાં જ્યાં, જે જે કરણીય હોય, ત્યાં ત્યાં યથાશક્તિ-શક્તિ ગોપવ્યા વિના કરવું જ જોઈએ.
સભા : સામા પૂરે તરાય?
જૈનશાસનમાં રહેનાર સામે પૂરે જ કરવું પડશે. એ શાસનમાં રહેનારને અનુકૂળ પૂર ભાગ્યે જ આવે. મોક્ષમાર્ગે ચાલનાર માટે અનુકૂળ પૂર લગભગ અશક્ય. પૂરની પાછળ તો આખી દુનિયા જાય છે, પણ ધર્માત્માને તો સામે પૂરે જવું પડશે. એમાં હેતુ એ છે કે “જગતમાં ધર્મના અર્થી થોડા.” મનુષ્યોમાં પણ અનાર્ય બહુ, આર્ય થોડા. એ આર્યમાં પણ અનાર્યપ્રાયઃ બહુ. આર્યમાં પણ ધર્માર્થી અલ્પ. ધર્માર્થીમાં પણ સમજનારા થોડા, અને એમાં પણ ધર્મપરિણત થોડા. થોડા પણ સારામાં રહેવું સારું, પણ ઘણા પણ બૂરામાં રહેવું ભૂંડું. ડૂબેલાને પણ કાઢવો શી રીતે ? કાદવમાં પણ ખસી પડાય નહિ તેવી રીતે સલામત સ્થાને ઊભા રહીને ! ખસે તો એ પણ જાય.
દરેક દેશમાં, દરેક કાળમાં, શાસ્ત્ર, ધર્મગુરુઓ કે ધર્મીઓ હોય છે, તે શાને માટે ? ચિત્રકાર પાસે રંગનાં કૂંડાં છે. ચિત્રામણ કરે છે, એમાં રંગ પૂરે અને જુએ, ફરી પૂરે અને જુએ, પાસેથી જુએ, જરા પાછો હઠીને જુએ, આ બધું શા માટે ? કયો રંગ કેવો પુરાયો ? ક્યાં પૂરવો ? તેમજ ચિત્રની તથા રંગની ખિલવટ જોવા માટે. આંખો મીંચીને રંગ પૂરે તો ? વારુ ! એ રંગના કૂંડામાંથી ચિત્રામણમાં રંગ પૂરવાનો કે ચિત્રામણમાંથી રંગનાં કૂંડાંમાં નાખવાનું ? એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org