________________
૧૩૯
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
–
412
રહે તેમ રહ્યાં છે. પુત્રોને પણ જન્મ આપ્યો. આ પછી જ્યારે શ્રી સીતાજીની ભાળ મળી ત્યારે નગરપ્રવેશ વખતે પણ જ્યારે રામચંદ્રજીએ શુદ્ધિ (દિવ્ય) માટે ખાડો ખોદાવ્યો અને અગ્નિ સળગાવ્યો, ત્યારે લોક કહેવા લાગ્યું કે “રાજનું ! સીતા મહાસતી છે, માટે એમને આમાં ન હોમો !” શ્રી રામચંદ્રજીએ કહ્યું કે “ચૂપ રહો, હું તમને ઓળખું છું. પહેલાં બોલનાર પણ તમે હતા, અને આજે એમ કહેવા આવનાર પણ તમે છો ! જો હું શુદ્ધિ વિના લઈ જાઉં તો તમે જ કહો કે જોયું ! શુદ્ધિ કરે ? શાની કરે ? શુદ્ધ હોય ત્યારે ને ! માટે હવે ચૂપ રહો.”
જો કે શ્રી સીતાજી મહાસતી હતાં, એમના શીલના પ્રભાવે અગ્નિનું પાણી થયું અને સીતાને જ્યારે નગરપ્રવેશ કરવા, નગરને પાવન કરવા શ્રી રામચંદ્રજીએ કહ્યું ત્યારે સીતાજીએ કહ્યું કે “મારે હવે નગર, મહેલ કે બીજા કશાની જરૂર નથી. હવે તો કર્મનું ઉમૂલન થાય, કર્મના ફંદાથી રક્ષણ થાય, ત્યાં જઈશ. મેં જોયું કે “પાપના ઉદયમાં રક્ષક કોઈ નથી.' તરત સીતાજીએ લોચ કર્યો. રામચંદ્રજી મૂછિત થયા. એમને મૂછિત અવસ્થામાં મૂકી સીતાજી તો વ્રત લેવા ગયાં અને કેવલજ્ઞાની મહર્ષિ પાસે વ્રત લીધું અને કેવલજ્ઞાની મહર્ષિએ વ્રત આપ્યું પણ ! શ્રી રામચંદ્રજીની મૂચ્છ વળી ત્યારે સીતાને ન જોતાં પૂછ્યું કે “સીતા ક્યાં ?' બધાએ કહ્યું કે “એ તો ગયાં !” રામ કહે કે “પકડી લાવો.' પકડવા કોણ જાય ? રામચંદ્રજીને ગુસ્સો આવ્યો. “જાઓ છો કે નહિ ?' એમ કહી હાથમાં ધનુષ્યબાણ લીધું, કે તરત લક્ષ્મણ વચ્ચે પડ્યા અને બોલ્યા “આર્ય ! આ ન શોભે. આપના કરતાં સીતાએ શું ખોટું કર્યું ? આપે તો લોકાપવાદની ખાતર પોતે સુખસાહ્યબીમાં કાયમ રહી, સીતાનો ભયંકર અટવીમાં ત્યાગ કર્યો, ત્યારે એઓ તો આપને કશી પણ હાનિ કર્યા વગર, પોતાના આત્મશ્રેય માટે બધું તજીને ગયાં. એમાં ગુસ્સો શાનો ?' શ્રી રામચંદ્રજીનો આત્મા જાગ્યો. તરત હાથ જોડ્યા. ‘ધતિ “ ધન્ય છે-એમ બોલ્યા. એનું એ લોક તે વખતે પગે લાગ્યું. પોતાની ભૂલ કબૂલ કરી.
શાસ્ત્ર કહે છે કે લોકવિરોધથી મૂંઝાતા નહિ. શિષ્ટ પુરુષોએ જે કાર્યો લોકવિરુદ્ધ કહ્યાં છે, તે કાર્યોને ધર્મી આત્મા ન કરે, એનાથી ભાગતો ફરે, પણ એ જ ધર્મી આત્મા, લોકવિરોધથી જરા પણ ગભરાય નહિ ! લોકવિરોધથી ગભરાઈને ધર્મનો ત્યાગ કરે નહિ. જો ગભરાયા તો ધર્મધ્વજ તથા ચાંલ્લા બેય ગયા સમજો. જો ચાંલ્લા તથા ધર્મધ્વજનો ખપ હોય, પાંચમા આરામાં છઠ્ઠો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org