________________
૯ : ‘લોગવિરુદ્ધચ્ચાઓ’નો પરમાર્થ : - 29
અને સાથે બેસવામાંયે આમ બોલે છે.' પછી બેયે ચાલવા માંડ્યું અને પોઠિયાને દોરવા માંડ્યો. ત્યારે લોક કહે છે કે ‘કેવાં મૂર્ખા છે, છતે વાહને ચાલે છે.’ પાર્વતીજીએ કહ્યું કે ‘ધરાઈ ગઈ. લોકસ્વભાવને જોઈ લીધો.'
411
આથી જ શાસ્ત્ર કહે છે કે, મૂર્ખ લોકોની વાતો ઉપર વજન આપનાર ધર્મી તો નહિ, પણ માણસ પણ નથી. માણસ બનવું હોય તેણે એવી વાતોને વજન ન દેવું. પ્રભુના માર્ગને સાચવવાની ઇચ્છા હોય, તો ગાંડા લોકોની પાછળ જવાય નહિ. દુનિયામાં એક પણ કામ એવું નથી કે જેમાં મૂર્ખ લોકનો વિરોધ ન હોય. શાસ્ત્ર લોકવિરોધનો ત્યાગ કરવાનું નથી કહેતું, પણ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવાનું કહે છે. શિષ્ટ પુરુષોની દૃષ્ટિએ જે કાર્યો વિરુદ્ધ હોય, તેનો ત્યાગ કરવાનું કહે છે, કોઈની પણ નિંદા ન કરવી. વસ્તુનું સ્વરૂપ બતાવવું એ વાત જુદી, પણ કોઈની નિંદા ન ક૨વી. વિશેષથી મોટા પુરુષોની નિંદા ખાસ ન કરવી. સત્પુરુષોની પીડામાં આનંદ ન માનવો. છતી શક્તિએ સત્પુરુષોની પીડા નિવારવાનો ઉપાય ન ક૨વો, એ પણ લોકવિરુદ્ધ : માટે સત્પુરુષોની પીડા નિવારવામાં શક્તિ ગોપવવી નહિ, લોકવિરુદ્ધ કાર્યોની ગણના તો મહાપુરુષોએ કરેલી જ છે. નવી કરવાની નથી. તે તે લોક વિરુદ્ધ કાર્યો ન કરવાં બાકી લોકવિરોધને ગણવા બેઠા, તો એક પણ કામ એવું નથી, કે જેમાં અજ્ઞાનીલોક વિરોધ ન કરે. હજાર જણને ઉત્તમ પ્રકારે જમાડો, પણ બહાર જઈ વાતો કરવાના કે શાકમાં મરચું નહોતું અને દાળમાં મીઠું નહોતું. પાંચ જણ વાત કરે, પાંચસો જણા સાંભળે અને હાએ હા કરે, મુશ્કીલીથી થોડા એવા નીકળે, કે જે કહે કે આટલી સામગ્રીથી જમાડનારની નિંદા કેમ કરો છો ? વાલ અને ભજિયાં ખાય, ઉપર પાણી પીએ, પછી ખાંસી થાય, એટલે કહી દે કે તેલ ખોરું વાપર્યું હતું. એક દાન દે અને બીજો માથું કૂટે . એક સંઘ કાઢે એટલે બીજો કહે કે ‘એનામાં છે શું ?’ પણ તારામાં શું છે એ તો જો ! શાસ્ત્ર કહે છે કે લોક સ્વભાવ દુરારાધ્ય છે. લોક તો એવો કે એક બોલે એટલે પચાસ બોલે.
૧૩૫
લોકના વિરોધથી ગભરાવું નહિ ઃ
આ પછી તો શ્રી રામચંદ્રજી પોતે જાતે શ્રી સીતાજીને શોધવા નીકળ્યા હતા. પણ ખાલી હાથે જ પાછા આવવું પડ્યું હતું. શ્રી સીતાજી પણ પુણ્યવાન હતાં મહાસતી હતાં વનમાં પણ સંબંધી મળ્યા અને એમને લઈ ગયા. રામને ઘેર જેવી રીતે રહે એવી જ રીતે મોજથી લઈ જનાર સંબંધીને ત્યાં, જેમ ભાઈને ત્યાં બહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org