________________
૧૩૪
-
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
10
લાવી રથને ઊભો રાખ્યો. સેનાપતિની પણ એ હિંમત નથી ચાલતી કે શ્રી સીતાજીને ઊતરવાનું કહેવું. સેનાપતિ મનમાં વિચારે છે કે “જો હું શ્રી રામનો નોકર ન હોત, તો આ આજ્ઞાનો અમલ ન કરત. કમભાગ્ય છું કે મારે આવી આજ્ઞાનો અમલ કરવો પડે છે.' દૂર જઈને રુએ છે.
શ્રી સીતાજીએ પૂછ્યું ત્યારે જણાવે છે કે, “દેવી ! આપને આ અટવીમાં ત્યાગ કરવાનો શ્રી રામચંદ્રજીનો હુકમ છે.'
શ્રી સીતાજીને મૂછ આવે છે. જાગ્રત થાય છે. પોતે સેનાપતિ સાથે કહેવરાવે છે કે “આ કઈ જાતનો ન્યાય ? સર્વકળાકુશલ, ન્યાયનીતિવિશારદ, રધુવંશભૂષણ શ્રી રામચંદ્રજી જેવાને આ ન છાજે કે વગર પરીક્ષાએ દંડ. અસ્તુ ! શ્રી રામચંદ્રજીનો દોષ નથી પણ મારાં કર્મનો જ દોષ છે.” “તું જઈને સ્વામીને કહેજે કે ખલ પુરુષોના કહેવાથી જેમ સીતાનો ત્યાગ કર્યો, તેમ છે સ્વામિનું ! મિથ્યાષ્ટિના કહેવાથી શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્મનો ત્યાગ કરશો નહિ.” - સેનાપતિ આવીને શ્રી રામચંદ્રજીને આ સંદેશો આપે છે. શ્રી રામચંદ્રજી સિંહાસન ઉપરથી મૂછિત થઈ ભૂમિ ઉપર પડે છે. પોતાને લાગે છે કે શ્રી સીતાજીનો ત્યાગ કરવામાં ભૂલ થઈ છે. એ વખતે લોક શું કહે છે ? લોકે જાણ્યું કે રામે ગર્ભવતી સીતાનો ત્યાગ કર્યો, ત્યારે એ જ લોક બોલવા લાગ્યા કે “કેવો રાજા ! લોક તો કહે, પણ એથી આમ ત્યાગ થાય !” લોક દુરારાધ્ય છે :
લોકમાં પણ એક કથા કહેવામાં આવે છે કે, મહાદેવ અને પાર્વતી આકાશમાં ચાલ્યાં જાય છે. વિદ્યાધર છે. વિમાનમાં જાય છે. લોકસ્વભાવ સંબંધી વાત નીકળી. મહાદેવે કહ્યું કે, લોકનો સ્વભાવ વિચિત્ર છે. પાર્વતી માને નહિ. એમને એ સ્વભાવ અનુભવવાનું મન થયું. નીચે ઊતર્યા. પોઠિયો તો હતો જ. શંકર પોઠિયા પર બેઠા અને પાર્વતીજી ચાલે છે. આ જોઈ લોક કહે છે કે “પાડા જેવો છે, છતાં ઉપર ચડી બેઠો છે અને કોમળ એવી નારીને ચલાવે છે. પછી પાર્વતીજી પોઠિયા ઉપર બેઠાં અને શંકર ચાલવા લાગ્યા. એના એ જ લોક કહે છે કે “કેવો સ્ત્રીનો ગુલામ છે, પોતે ચાલે છે અને સ્ત્રીને બેસાડે છે. પાર્વતીજી તો ચંભિત જ થઈ ગયાં. શંકર કહે છે કે હવે આપણે બેય બેસીએ.” પછી બેય બેઠાં. એટલે લોક કહે છે કે “બેય કેવાં નિર્દય છે ! વારાફરતી બેસવાનું હોય કે બેય સાથે ?' પાર્વતીજી તો દિમૂઢ જ થઈ ગયાં કે વારાફરતીમાંયે સુખ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org