________________
409
- ૯: “લોગવિરુદ્ધચ્ચાઓ'નો પરમાર્થ:- 29
-
૧૩૩
ગણતરીની બાઈઓએ કલંકિત કરી. બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી આખી અયોધ્યામાં જોતજોતામાં વાત ફેલાવી કે “સીતાજી સતી નથી. હજી તો રાવણની પાદુકા ચીતરીને એનું સ્મરણ કરે છે !” અરે ! નગરના આગેવાનો શ્રી રામચંદ્રજીને કહેવા આવ્યા કે, “મહારાજ ! વાત જચતી નથી, ગળે ઊતરતી નથી, સંભવતી નથી, પણ ચોરેચૌટે અને ચકલે આવી વાત ચાલે છે, માટે મહેરબાની કરીને રાજ્યની આબરૂ ખાતર ઘટતા ઉપાય લેવાવા જોઈએ.' શ્રી રામચંદ્રજીએ તપાસ કરવાનું કહી વિદાય કર્યા.
શ્રી રામચંદ્રજી મનમાં સમજે કે “મહાસતી છે, શંકાને સ્થાન નથી તોય લોકની ખાતર રામ ભૂલ્યા. લોકના વિરોધ ખાતર રામ ભૂલ્યા. લોકના વિરોધને તાબે થવાનું પરિણામ શોચો. લોકનો વિરોધ ક્યાં નથી હોતો ? શ્રી રામે સીતાના ત્યાગનો હુકમ કર્યો. સેનાપતિને કહ્યું કે, “સીતાને તીર્થયાત્રાના બહાનાથી રથમાં લઈ જઈ, ભયંકર અટવીમાં મૂકી આવવી !”
શ્રી લક્ષ્મણજીએ કહ્યું કે, “આર્ય બંધુ ! સીતાદેવી મહાસતી ! એના માટે આ હુકમ ?'
શ્રી રામચંદ્રજી કહે છે કે, હું જાણું છું, પણ લોક વાત કરી રહ્યા છે.”
શ્રી લક્ષ્મણજી કહે છે કે, “જે લોકનું આપણે પુત્રવતુ પાલન કરીએ છીએ, જેને આત્મવત્ જોઈએ છીએ, તે લોક આપણા અંતઃપુરની ખોટી વાત કરે, એને આપ માન આપો છો ? બંધુ ! સત્તા હોય તો શિક્ષા કરો, સત્તા ન હોય તો એ પાગલ લોકની ઉપેક્ષા કરો, પણ એવા લોકની વાતની ખાતર મહાસતી શ્રી સીતાજીને કલંક ન દેવાય; શિક્ષા ન થાય. બંધુ ! સત્ત્વ હોય તો શિક્ષા કરો ! શિક્ષા ન કરવી હોય તો “હશે, ભલે'એમ કહી જતા કરવામાં મહત્તા માનવી હોય તો ઉપેક્ષા કરો !”
શ્રી રામચંદ્રજી કહે છે કે “વાત સાચી, પણ લોક આમ કહે છે એનું થાય શું? શ્રી લક્ષ્મણજી પગે પડી વિનવે છે કે, “ભાઈ ! એવા લોકની વાત પર વજન આપવામાં ભૂલ થાય છે.'
શ્રી રામચંદ્રજી આવેશમાં આવીને શ્રી લક્ષ્મણજીને કહે છે કે “તારે હવે બોલવાનું નથી.' શ્રી લક્ષ્મણજી આંસુ નીતરતી આંખે ચાલ્યા જાય છે. સેનાપતિ યાત્રાને બહાને શ્રી સીતાજીને રથમાં બેસાડીને લઈ જાય છે. સેનાપતિનું પણ હૃદય ડંખે છે, પણ શું કરે ? નોકરી કરે છે, એટલે છેવટે ભયંકર અટવીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org