________________
૧૩૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
408
સભા: સારા છીએ જ ક્યાં ?
તે તમે જાણો, હું નથી કહેતો. પોતાના દોષો જોતા થયા હો તો સારી વાત, બાકી પોતાના દોષ જોવાય નહિ, ખામી ભળાય નહિ, કોઈ ખામી કહે તો મારવા જવાનું મન થાય, આ દશામાં ઉદ્ધાર થાય શી રીતે ? તમારું પુણ્ય હશે ત્યાં સુધી તો એ કુટેવ પણ તમને નિભાવશે, પણ પુણ્ય પરવાર્યા પછી સત્યાનાશ વળી જશે. મહત્તા કોની?
કાર્ય કરતાં શીખો. હોવાથી કાર્ય બનતાં હોત, તો દુનિયા બધી કાર્યકર્તા થઈ જાત. કામ કરનારા તે, કે જે યોગ્ય વસ્તુનો સાર કાઢે. કચરો બહાર કાઢે, તે કાર્યકર્તા કહેવાય. સારું છે કે આપણે તો અમુક સંયોગોમાં છીએ. આજે સ્થિતિ એ છે કે ધર્મ એ ભયંકર ચીજ મનાતી જાય છે. વાત કરવામાં તો જાણે બધો ધર્મ જ વસી ગયો હોય તેમ વાત કરાય છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું અપમાન મોટું કે જાતનું અપમાન મોટું ? ભગવાન શ્રી મહાવીરદેવે કહેલા આગમનું અપમાન મોટું કે જાતનું અપમાન મોટું ? ભગવાન શ્રી મહાવીરદેવના માર્ગ ઉપર, શાસન ઉપર, આજે કઈ જાતનાં ભયંકર આક્રમણ થઈ રહ્યાં છે, એનો અભ્યાસ કર્યો ? આજનો ઘોંઘાટ એ શાસન ઉપર આક્રમણ છે કે બીજા ઉપર ? ન સમજ્યા, નીકળ્યા, તો શાસનના સેવકને બદલે શાસનના નાશના ભાગીદાર આપણે થવાનું છે. શાસ્ત્ર કહે છે, કે આગમથી આપણે છીએ. જે દી આગમ નહિ હોય તે દિવસે મનુષ્ય તો હશે પણ ધર્મ-ઓઘો ને ચાંલ્લો – એ બે નહિ હોય. એ બે શાથી છે? આગમથી. આઠ વરસની દીક્ષા પાંચમા આરાને છેડે જ કે ચોથા આરામાં પણ હતી ? આઠ વર્ષની દીક્ષા ચોથા આરામાં પણ હતી, અત્યારે પણ છે અને પાંચમા આરાના અંતે પણ હશે. આગમને-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને મરજી મુજબ નચાવાય ? મોટું કોણ ? આજ્ઞા કે આપણે ?આગમ કે આપણે ? લોકવિરુદ્ધ અને લોકવિરોધ :
જયવીયરાયમાં' કહી આવ્યા એ બરાબર સમજો. શાસ્ત્ર લોકવિરુદ્ધનો નિષેધ કર્યો, પણ લોકવિરોધનો નિષેધ નથી કર્યો. વિરોધ તો સનાતન છે, શાશ્વત છે. પવન જે તરફ વાય તેમ ઢળે તે લોક. શ્રી સીતાજીની વાત થઈ ગઈ છે, કહેવાઈ ગઈ છે, છતાં ફરીને જોઈ જઈએ. શ્રી સીતાદેવી જેવી મહાસતીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org