________________
on
–
– ૯: ‘લોગવિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ - 29 –––
૧૩૧
અરીસાભવનમાં કેવળજ્ઞાન શાથી?
શ્રી ભરત મહારાજાને અરીસાભવનમાં કેવલજ્ઞાન થયું એ શાથી ? શ્રી ભરત મહારાજા પોતાના સાધર્મિકોને કહેતા કે “જ્યારે જ્યારે હું આપની દૃષ્ટિએ પડું, ત્યારે ત્યારે મને કહેવું કે -
“ગિતો જવા, વર્ત , તસ્મા મદન મોહના' રાજનું ! આપ જિતાયેલા છો, ભય વધે છે, માટે ન હણો ન હણો.”
આવું વારંવાર જ્યારે જ્યારે જુઓ ત્યારે કહેવું ! શ્રી ભરત મહારાજા વિજેતા કે હારેલા? ભયભીત કે નિર્ભય, હિંસક કે દયાળુ? પોતે છયે ખંડને જીત્યા છે, કેવળ નિર્ભય છે, તથા દયાના પ્રચારક છે, છતાં પોતાને આવું સ્મરણ આપવાનું શા માટે કહે છે ? એમને એમાં નાનમ ન લાગી. એ કહેતા કે “કર્મશત્રુથી હું જિતાયેલો છું, કર્મનો ભય વધતો જાય છે, અને તેથી જરૂર મારો પોતાનો આત્મા હણાઈ રહ્યો છે. આ ભાવના દઢ હતી ત્યારે અરીસાભવનમાં કેવળજ્ઞાન થયું. એમનું અરીસાભવન કેવું હોય ? તમને એમાં દાખલ કર્યા હોય તો ? સભા દરવાજો ન જડે.
અંદર ને અંદર અથડાઓ. આખું શરીર ઉત્તમ અલંકારોથી અલંકૃત, ચક્રવર્તીપણાનું તેજ ઝળકે, મુકુટની શોભા પાર વિનાની, એમનાં આભૂષણો જોવાનું મન થાય, એમનું રૂપ પણ એવું કે એમને પોતાને પણ જોવાનું મન થાય, તો બીજાને જોવાનું મન થાય એમાં નવાઈ શી ? એવું રૂપ કે પોતે જોયા કરે. એ રૂપ જોતાં પોતે તૃપ્તિ ન પામે તો પારકાની હાલત શી ? આ સ્થિતિમાં એક જ મુદ્રિકા ખરી જાય, એમાંથી અનિત્ય ભાવના, અન્યત્વ ભાવના, ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન, બધું આવી જાય, એ શાથી ? પેલી કાયમની ભાવનાના યોગે !
તમારા હાથમાંથી રોજ વીંટી કેટલીયે વાર નીકળતી હશે ! છતાં અનિત્યાદિ ભાવના આવે છે ? નહિ. શાથી? હું કહું છું કે, તમે પોતાને સારા માની રહ્યા છો એથી, તમે સારા હો એ વધારે સારું, સારા થાઓ એવી ઇચ્છા, પણ તમારે તો તમને પોતાને દોષિત માનવા જોઈએ અને સુધરવાના પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org