________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
આચાર્યે જાણ્યું, અને જો આ સ્થિતિમાં મરી જાય તો ચક્રવર્તી નરકે જાય, માટે આચાર્ય એમ બોલ્યા. સેના પકડીને વધ્યભૂમિમાં લઈ જાય છે એમ જ કહોને ! આવો ને આવો રહે તો નરકે જાયને ! છે પોતે ચક્રવર્તી, છ ખંડનો માલિક, છતાં આચાર્ય એને ચોર કહે છે. બાંધી, પકડીને, લઈ જવામાં આવે છે એમ કહે છે. વધ્યભૂમિમાં લઈ જવાય છે, આવું સ્પષ્ટ આચાર્યે કહ્યું. માણસોએ ચક્રવર્તીને આ વાત કહી, પણ હવે ચક્રવર્તીએ શું માન્યું ? ‘હું ચક્રવર્તી અને મને એ કહેનાર કોણ ?' એમ ? ચક્રવર્તી આવ્યો. આચાર્યના આ શબ્દથી તો એ ચક્રવર્તીને જાતિસ્મરણજ્ઞાન થયું. ચક્રવર્તીએ આવીને કહ્યું કે, ‘ભગવન્ ! આપ કહો છો તેમ જ છે. ચક્રવર્તીએ વિચાર કર્યો કે ‘મહાપુરુષો કહે તેમાં કા૨ણ હોય' બસ એટલા માત્રથી આચાર્યના શબ્દોની વિચારણા કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પણ જો એમ વિચારત કે મને ચોર કહેનાર એ કોણ ? તો જાતિસ્મરણ થાત કે જે હોત એ પણ જાત ? તરત એ ચક્રવર્તી પોતે પોતાના પૂર્વભવોની વાત કરે છે, જે સાંભળી હજારો આત્મા બોધિબીજને પામે છે. કેટલાક સર્વવિરતિ, કેટલાક દેશિવરતિ અને કેટલાક સમ્યક્ત્વ અંગીકાર કરે છે.
૧૩૦
આચાર્યે ‘ચોર’ એ શબ્દ કહ્યો હતો, પણ એ શબ્દનું ઐદંપર્ય જોયું, ભાવ જોયો, તો આ પરિણામ આવ્યું.
406
શાસ્ત્રમાં ઠામ ઠામ આવે છે કે અમુક પાપ-કાર્યવાહીનું ફળ આ. કોઈ પૂછે કે બસ, એ જ ફળ ? તે નહિ, પણ એ પાપ કાર્યવાહીમાં વધે તો વધારેમાં વધારે ફળ એ. છેલ્લું ફળ બતાવ્યું : જેથી આત્મા એવી પાપ-કાર્યવાહીથી દૂર થાય, કે જેમાં એવો ત્રાસ વેઠવાનો હોય. લોકમાં પણ કહે છે ને કે જ્યાં રાજ્યશ્રી છે ત્યાં ભવાંતરમાં ન૨કશ્રી છે. ત્યારે શું બધા રાજા નરકે જ જાય ? સંપ્રતિ રાજા, સનત્કુમાર ચક્રવર્તી તથા કુમારપાળ રાજા સ્વર્ગે પણ ગયા, રાજ્યનો ગુણ નરક આપવાનો એ ખરું, પણ જો એમાં આસક્ત ન બને, અવસરે છોડે, તો જરૂર એ રાજા નરકના પંજામાંથી બચે. ચક્રવર્તી બાર થયા, એમાં નરકે તો બે જ ગયા છે, બાકીના બધામાંથી કેટલાક મોક્ષે તથા કેટલાક દેવલોકે ગયા છે. મોક્ષે તથા દેવલોકે ગયા તે જ્યારે ચક્રવર્તી મટ્યા, અર્થાત્ ચક્રવર્તીપણામાંથી ખસ્યા ત્યારે ગયા. ચક્રવર્તીપણું એ શાનું કારણ ? એ તો નરકનું જ કારણ. એનો ત્યાગ કરે, પછી કાંઈ વાંધો રહેતો નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org