________________
006 - - ૯: “લોગવિરુદ્ધચ્ચાઓ'નો પરમાર્થ - 29 –––– ૧૨૯ લક્ષ્યને, ધસારો કેવી રીતે લઈ જવો, એ બધું તો સેનાપતિ સમજે. સૈનિકોએ તો સેનાપતિના વાવટાને માનવાનો. એ કહે કે “સામે જાઓ તો સામે જવાનું : પાછા હઠી' તો પાછા હઠવાનું. એ જેમ કહે તેમ જ કરવાનું. એ લાખ સૈનિકોને સેનાપતિ પ્રત્યે ખાતરી ન થાય, એના હુકમનો અમલ ન કરે, તો એ લાખો સૈનિકો છતાં માની લેવું કે એ રાજ્યનો પરાજય નિર્માણ થઈ ચૂકેલો છે. ડાહ્યો સેનાપતિ તો કહી દે કે “મારે લાખની જરૂર નથી, ભલે થોડા આવો પણ જેને મારા પર વિશ્વાસ હોય તે આવો.' સેનાપતિ સમજે છે કે “એ અણીના વખતે સૈનિકો સાથે પંચાત કરું કે ત્યાં લક્ષ્ય રાખું ?' જો એ વખતે સેનાપતિ સૈનિકોની સાથે વાતચીતમાં પડી જાય, તો નક્કી એ સેનાપતિ પોતાના સ્વામીને વિજય અપાવી શકે નહિ. જ્ઞાની કહે છે સમજો, સમજનું પરિણામ લાવતાં શીખો.
કોઈ કહે કે દ્રવ્યાનુયોગ સારો જાણું છું, ગણિતના તો આંકડે આંકડા મોઢે છે, સાહિત્યમાં તો આડોઅવળો ચારેય બાજુ ફરી વળ્યો છું.' એને પૂછીએ કે “સંયમ તરફ સદ્ભાવ થયો ?' જો ના” પાડે તો કહેવું કે “એ બધું વ્યર્થ છે. લાભ ન થયો.” જ્ઞાનીઓએ ધર્મકાર્ય વગેરે કહ્યું શું કામ ?
સભા: ભવ્યોના ઉપકાર માટે !
ઉપકાર ક્યારે થાય ? ગ્રહણ કરનારા ગ્રહણ કરે ત્યારે ને ! ગ્રહણ ક્યારે થાય ? ગ્રહણ યોગ્ય સમજ્યા ત્યારેને ? લેવાનું લેવાય, છોડવાનું છોડાય, જાણવાનું જણાય, એમ હય, શેય અને ઉપાદેયનો વિવેક થાય, તો તો ધર્મકથાનુયોગ તથા બીજા અનુયોગો ફળે, નહિ તો ન ફળે. હિતશિક્ષાનો અમલ થવો જોઈએ!
ધર્મકથાનુયોગમાં સઘળી વસ્તુનો સમાવેશ છે. નવે રસથી એ ભરપૂર છે. કથાના કહેનારાનું તથા સાંભળવા બેસનારનું ધ્યેય ક્યાં જોઈએ ? ચક્રવર્તીને, આ શાસ્ત્રકારે ઉપમિતિ ભવપ્રપંચા' કથામાં એક જગ્યાએ ચોર કહ્યો છે. એક ચક્રવર્તી સેના સાથે મુસાફરીએ નીકળ્યા છે. સેના સાથે ચક્રવર્તી મુસાફરીએ નીકળે, ત્યારે કોલાહલ કેટલો હોય ? ઘણો જ હોય, જેનો પાર નહિ. એ વખતે એક સ્થાનમાં આચાર્ય દેશના દે છે, ત્યાંથી આ સેના નીકળે છે. એ વખતે કોઈ પૂછે છે કે “આ કોલાહલ શાનો છે ?” આચાર્ય કહે છે કે “એક ભયંકર ચોરને વધ્યભૂમિમાં લઈ જવામાં આવે છે. આ ચક્રવર્તીનું આયુષ્ય થોડું બાકી છે, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org