________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
સઘળી ભાષાઓ પણ ભણ્યા, સારીયે દુનિયાની ભૂગોળ પણ જાણી, પણ એનું
ફળ શું ?
૧૨૮
-
૨
સભા : ધનાર્જન !
ધનાર્જન એ જ્ઞાનનું ફળ છે, એવી માન્યતા અજ્ઞાનની, મિથ્યાજ્ઞાનની પેદાશ છે. કારણ કે, જ્ઞાનનું ફળ વિરતિ છે.
404
જે જ્ઞાન તારે તે જ ડુબાડે શાથી ? એનું ફળ ન આવ્યું એથી કે કાંઈ બીજું ? અજ્ઞાની પાપકર્મથી ન ડરે અને જ્ઞાની પણ પાપકર્મથી ન ડરે તો અજ્ઞાની તથા જ્ઞાનીમાં ફેર શો ? એ વિચારો.
Jain Education International
ત્રણ અનુયોગો કરતાં ચોથાની મુખ્યતા શી, તે જ સમજાવી રહ્યો છું. તત્ત્વજ્ઞાન તો દ્રવ્યાનુયોગમાં ભર્યું છે, ગણિત ગણિતાનુયોગમાં છે, અને ઇતિહાસ તો આખોયે ધર્મકથાનુયોગમાં છે. ત્યારે ચરણકરણાનુયોગમાં છે શું ? ક્રિયા કે બીજું કાંઈ ? ગણિતની વાતો તો ગણિતાનુયોગમાં છે, દુનિયાની વસ્તુઓનું ઝીણામાં ઝીણું જ્ઞાન અથવા દુનિયાની ઝીણામાં ઝીણી વસ્તુ માત્રનું જ્ઞાન તો દ્રવ્યાનુયોગમાં છે, ઇતિહાસ તો ધર્મકથાનુયોગમાં છે, છતાં ક્રિયા-ચારિત્ર બતાવનાર ચોથા ચરણકરણાનુયોગની મુખ્યતા શાસ્ત્ર શાથી કહી ? શાસ્ત્ર કહે છે કે એ વિના આ ત્રણે અનુયોગો સફળ થઈ શકતા નથી. ત્રણેની સફળતાનો આધાર ચોથાની આરાધના ઉપર છે. આરાધના ન થઈ શકે તો તેના ઉપર સદ્ભાવ તો અવશ્ય હોવો જ જોઈએ.
કોઈ કહે કે ‘હું ભણેલો, અને હોંશિયાર' શાસ્ત્ર કહે છે કે ‘એનાથી લોભાતા નહિ.' કહેવું કે ‘સારી વાત, પણ ફળ શું ?’ એ એમ કહે કે ‘યથેચ્છ અટનમ્’ તો કહેવું કે ‘મહા અજ્ઞાનમ્’ !' એ કહે કે ‘મનુષ્યભવ ઊંચી કોટિનો છે' કહેવું કે ‘કાર્યવાહી શી ?' કહે કે ‘કાર્યવાહી તો અનેક પાપોને પોષે તેવી.’ તો તો કહેવું કે ‘નકામો ગયો.’ કહે કે ‘આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળમાં મનુષ્યભવ પામ્યો.' કહેવું કે ‘ઠીક, પણ કાર્યવાહી શી ?' એ કહે કે ઘર ને બજાર બે.' અમે કહીશું કે ‘અનંતા માનવભવ મળ્યા તેમાં એકની વૃદ્ધિ.’ આપણો મુદ્દો એ છે કે, જ્ઞાની તે, કે જે મૂળને બરાબર સાચવે. મૂળ સાબૂત હશે તો ડાળાંપાંખડાં તો સહજમાં ઊભાં કરી શકાશે. મૂળમાં સડો પેઠો તો ખલાસ. માટે મૂળમાં સડો પેસવા ન દેવો. પેઠો હોય તો દૂર કરવો.
લડવા ભલે લાખ્ખો સૈનિકો જાય, પણ મર્મને, સામેના ધસારાને, નેમને,
For Private & Personal Use Only
www.jainelibrary.org