________________
403 – – ૯ : “લોગવિરુદ્ધચ્ચાઓ'નો પરમાર્થ - 29 – ૧૨૭ વગેરેનું વર્ણન છે.' આ ચારે અનુયોગોમાં મુખ્ય ચરણકરણાનુયોગ છે. પહેલા ત્રણે અનુયોગો, ચોથા ચરણકરણાનુયોગની સિદ્ધિ માટે છે.
ઊંચા પ્રકારની ક્રિયાનો અમલ, એ જ સૌથી ઊંચી વસ્તુ છે. ત્રણે અનુયોગો કહ્યા, તે ચોથા અનુયોગની સિદ્ધિને માટે. આ ચરણકરણાનુયોગ આવે, આવ્યા પછી સારી રીતે પળાય, એનું યોગ્ય આરાધન થઈ શકે, તે માટે આ ત્રણે અનુયોગો કહેવામાં આવ્યા છે. જે આત્માને આ ત્રણે અનુયોગોનો અભ્યાસ છતાં ચોથા અનુયોગ પ્રત્યે સભાવ ન જાગે, તો તે આત્મા માટે ત્રણે અનુયોગો કિંમત વિનાના થઈ જાય છે.
જ્ઞાનનું ફળ શું ? વિરતિ. જે જ્ઞાનના યોગે આત્મા પાપથી ડરે નહિ, પાપથી ભય પામે નહિ, એ જ્ઞાન કે અજ્ઞાન ? પાપથી ભય ન પામે, પાપથી પાછો ન હઠ, પાપને ખોટું ન માને, એનું નામ જો જ્ઞાન મનાતું હોય તો તો જુલમ થઈ જાય.
વ્યવહારમાં પણ કહે છે કે ભણેલો કોણ? ગણેલો હોય છે. કહેવાય છે ને કે ભણ્યા પણ ગણ્યા નહિ. કાયદો તો વાંચે પણ એનો મર્મ, ભાવ, સ્વરૂપ અને હેતને ન સમજે, તો એ પોતાના આશ્રિતનો બચાવ કરી શકે ખરો ? તમે વકીલ કેવા શોધો ? જૂના, અનુભવી. કેમ ? બધુ મોઢે તો નવાને હોય, તાજી પરીક્ષા તો નવાએ આપી છે, છતાં જૂનાને કેમ શોધો ? ત્યાં તમે સમજો છો કે પરીક્ષા તાજી ભલે આપી, પણ પરિણમવાને વાર છે. પરીક્ષા તો પુસ્તકમાં હતું એની, પણ અમલ કેમ કરવો એમાં જ મુશ્કેલી, વ્યવહારમાં પણ ભણેલો હોય પણ ગણેલો ન હોય, એની કિંમત અંકાતી નથી. ગણેલો કોણ ? વાતનો મર્મ વિચારે તે. શ્રી જેનશાસનની આરાધના કરવી હોય તો પરિણામ પહેલું જોવું પડશે. દરેક વસ્તુના હેતુ તથા સારને તપાસવા પડશે. ભણેલા છે એમ કહીને સંતોષ ન પામો, પણ ગણેલા છે કે નહિ તે જુઓ. ભણેલા છે, કે જે શબ્દના ભાવને સાચવે, કાઢે અને વસ્તુના મર્મને સમજે. જો એમ ન થાય તો પરિણામ સારું ન આવે. વ્યવહારમાં બાપ જો બાળકને કંઈ કહે, અને બાળક અપમાન માને, તો એ ઘરમાં રહી શી રીતે શકે ? એમ માને તો તો પરિણામ ભયંકર આવે. સંયમ પ્રત્યે સદ્ભાવ ન જાગે, તે જ્ઞાન વ્યર્થ છેઃ
જે વસ્તુ જે સ્વરૂપમાં હોય, તે વસ્તુને તે સ્વરૂપમાં સમજે તે ગણેલો કહેવાય. એકલો ભણેલો કામ ન આવે. માન્યું કે તમે બહુ ભણ્યા, દુનિયાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org