________________
૯: “લોગવિરુદ્ધચ્ચાઓ'નો પરમાર્થ:
એકલા ભણેલા નહિ, પણ ગણેલા જોઈએ!
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા એમ ફરમાવી ગયા કે રાગ, દ્વેષ અને મોહથી પરાભવ પામેલા અને એટલા માટે જ શારીરિક તથા માનસિક દુઃખોના ઉપનિપાતથી પીડાતા, તમામ સંસારી પ્રાણીઓએ એ દુઃખોને દૂર કરવા તથા એ દુઃખોમાં કારણભૂત એવા રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માટે હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થોના પરિજ્ઞાનને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન ક્યારે થાય ? વિશિષ્ટ વિવેક આવે ત્યારે ! વિશિષ્ટ વિવેક આવે ક્યારે ? આપ્તના ઉપદેશથી ! આપ્ત કોણ સઘળા અતિશયોના સમૂહને પામેલા શ્રી અરિહંત ભગવાન ! અહંન્ત કોણ? જેનામાં રાગ, દ્વેષ અને મોહનો સર્વથા અભાવ હોય તેઓ ! શ્રી અરિહંત ભગવાનના ઉપદેશ વિના વિશિષ્ટ વિવેક આવે નહિ, વિશિષ્ટ વિવેક આવે નહિ ત્યાં સુધી હેય અને ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થાય નહિ, એ થાય નહિ ત્યાં સુધી રાગ, દ્વેષ અને મોહ ઘટે નહિ અને એ ઘટે નહિ ત્યાં સુધી દુઃખોનો અંત આવે નહિ તથા અનંત સુખની પ્રાપ્તિ થાય નહિ.
ભગવાન શ્રી અરિહંતદેવનો ઉપદેશ, “૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪- ચરણકરણાનુયોગ' – આ ચાર પ્રકારે વહેંચાયેલો છે. ૧. ધર્મકથાનુયોગ એટલે જેમાં પરિણામે ધર્મ પમાય એવી કથાઓનો સમાવેશ હોય - જે આત્માઓ મનુષ્ય ભવ, આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુળ વગેરે સામગ્રી પામી, ઉત્તમ પ્રકારની ક્રિયા કરીને સંસારના બંધનથી છૂટી મુક્તિએ ગયા, તેમની કથાઓ તથા તે તે સામગ્રી મેળવ્યા છતાં પણ આરાધન નહિ કરતાં તથા પાપક્રિયામાં રચીપચી રહીને જે આત્માઓ દુર્ગતિએ ચાલ્યા ગયા, એ બેય પ્રકારના આત્માઓની કથાઓ, ધર્મકથાનુયોગમાં છે.” “રગણિતાનુયોગમાં ચંદ્ર, સૂર્ય, તારા, નદીનાળાં, દ્રહદ્વીપ, સમુદ્ર વગેરેનું સંખ્યાવાર ગણિતથી વર્ણન છે.” “૩- દ્રવ્યાનુયોગમાં દુનિયાના પદાર્થોનું યથાસ્થિત સ્વરૂપ છે’ અને ‘૪- ચરણકરણાનુયોગમાં ચારિત્રના પ્રકાર ચરણસિત્તરી, કરણસિત્તરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org