________________
૯ : ‘લોગવિરુદ્ધય્યાઓ'નો પરમાર્થ :
એકલા ભણેલા નહિ, પણ ગણેલા જોઈએ ! સંયમ પ્રત્યે સદ્ભાવ ન જાગે, તે જ્ઞાન વ્યર્થ છે :
હિતશિક્ષાનો અમલ થવો જોઈએ ! આરીસાભુવનમાં કેવળજ્ઞાન શાથી ?
મહત્તા કોની?
♦ લોકવિરુદ્ધ અને લોકવિરોધ : લોક દુરારાધ્ય છે :
♦ જૈનશાસનમાં સામે પૂરે ત૨વાનું છે : • જેનું અંતિમ સારું, તેનું બધું સારું :
વિષય : ‘ચરણકરણ' અનુયોગની મુખ્યતા જાણ્યા બાદ એની પ્રાપ્તિમાં આવતા અવરોધને દૂર કરવા.
29
ચાર પ્રકારના અનુયોગમાં ચરણકરણ પ્રધાન બતાવ્યા બાદ એ અનુયોગની પ્રાપ્તિમાં કેવા કેવા અવરોધ આવે છે, તે અહીં બતાવ્યું છે. સૌથી પ્રથમ જ્ઞાનને સાર્થક કરવા તેનું ફળ ચારિત્ર મેળવવું જરૂરી છે એ વાત સમજાવી. ત્યાર બાદ ઉપદેશના શબ્દોનો પણ મર્મ ૫રમાર્થ - જાણવો જોઈએ. એ જણાવવા ઉપમિતિના આધારે આચાર્ય અને ચક્રીનો પ્રસંગ જણાવ્યો. ભાવનાના યોગે પરિણામ કેવું આવે છે તે દર્શાવવા ભરતચક્રીનો પ્રસંગ વર્ણવ્યો અને ત્યાર બાદ લોકવિરોધ અને લોકવિરુદ્ધ આ બે સામાન્યપણે એકસરખા લાગતા શબ્દોમાંથી ગજબનો સાર તારવી લોકવિરોધની પરવા ન કરવી પણ આલોક - પરલોકાદિમાં આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિ ત્યજવી એ ધ્વનિનો ઘોષ કર્યો. લોકહેરીના ત્યાગ માટે આ પ્રવચન ખૂબ જ મનનીય બન્યું છે. વચ્ચે અવસર પામી મહાદેવ - પાર્વતી અને ભગવાન મહાવીર - ગોશાળાના પ્રસંગનો મનનીય ઉપયોગ કર્યો છે.
સુવાકયામૃત
પાપથી ભય ન પામે, પાપથી પાછો ન હઠે, પાપને ખોટું ન માને, એનું નામ જો જ્ઞાન મનાતું હોય તો તો જુલમ થઈ જાય.
ભણેલા તે, કે જે શબ્દના ભાવને સાચવે, કાઢે અને વસ્તુના મર્મને સમજે.
ધનાર્જન એ જ્ઞાનનું ફળ છે, એવી માન્યતા મિથ્યાજ્ઞાનની પેદાશ છે.
આરાધના ન થઈ શકે તો તેના ઉ૫૨ સદ્ભાવ તો અવશ્ય હોવો જ જોઈએ.
જે દી આગમ નહિ હોય તે દિવસે મનુષ્ય તો હશે પણ ધર્મ - ઓઘો ને ચાંલ્લો - એ બે નહિ હોય. એ બે આગમથી જ છે.
Jain Education International
પ્રભુના માર્ગને સાચવવાની ઇચ્છા હોય, તો ગાંડા લોકોની પાછળ જવાય નહિ.
દુનિયામાં એક પણ કામ એવું નથી કે જેમાં મૂર્ખ લોકનો વિરોધ ન હોય.
પાંચમા આરામાં છઠ્ઠો આરો લાવવાની ભાવના ન હોય, શાસનમાં જીવતું-જાગતું રહેવું હોય, તો લોકવિરોધથી જરાય ગભરાશો નહિ.
♦ દેશ-કાળ જોવાના, તે આગમ ઉપયોગી કેવી રીતે થાય તે જોવા માટે, આગમને ઊંધાં ક૨વા માટે નહિ.
થોડા પણ સારામાં રહેવું સારું, પણ ઘણા પણ બૂરામાં રહેવું ભૂંડું. જો હિત ન હોય તો સત્ય, પ્રિય અને મિત એ ત્રણે ખોટું.
For Private & Personal Use Only
www.jainelibrary.org