________________
303
–૭ : આત્માને સબળ બનાવો ! -27
–
૮૭
જ! પુદ્ગલોની આધીનતાથી આત્માને છોડાવવા માટે જ આ બધી મહેનત છે. જે એનાથી ન છોડાવતા હોય, તે તીર્થકર, ગુરુ કે ધર્મ ન જોઈએ : પણ આ જોઈએ છે એનું એ જ કારણ છે કે આ તત્ત્વત્રયી પુદ્ગલની આધીનતાથી છોડાવનાર છે.
અનંત શક્તિના આત્માની આજે કઈ દશા છે ? જ્યાં ત્યાં ભીખ માગતો ફરે, જેની તેની દાઢીમાં હાથ ઘાલતો ફરે, અને આના વિના ન ચાલે, આના વિના ન ચાલે' - એમ કર્યા કરે ! – આ દશા શાથી ? કોને લઈને આ કંગાલિયત? કહેવું જ જોઈએ કે એ સઘળું પુદ્ગલોની પરાધીનતાને લઈને જ! “દુનિયાના પ્રાણીને પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિમાં અપૂર્વ આનંદ આવે છે, નવી ચીજ મળે તો આનંદનો પાર નથી રહેતો' - આમાં અનાદિથી જડનો સંયોગ એ જ હેતુ છે. હવે એની દૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિનો મેળ ક્યાં મળે ?
ખૂબ વિચાર કરો. આ વિચાર વખતે સારી આખી દુનિયાને ભૂલી જાઓ. આત્માની રત્નત્રયી કેમ વિકાસ પામે ? આત્માના સ્વરૂપને આચ્છાદિત કરતાં પરનાં આક્રમણો કેમ ખસી જાય ? - એ વિચારો તો સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર દોડતાં આવે. પણ ત્યાંથી તમે પરવાર્યા હો ત્યારે ને ! હૃદયથી લોકવાસનાઓની અપેક્ષા ખસે તો ને ! જૈનશાસનને પામ્યા બાદ આવી હાલત શોભતી નથી. જો તે છતાં આ સ્થિતિ ચાલુ હોય, તો સમજવું જોઈએ કે જેવો જોઈએ તેવો અનુરાગ થયો નથી.
આપણે આચારાંગ વાંચવું છે, એમાંયે છઠું “ધૂત' નામનું અધ્યયન વાંચવું છે. ધૂનન એટલે મૂળમાંથી હલાવવાની ક્રિયા - મૂળમાં પેસીને જે જે દોષોની સંભાવના હોય, તેને પકડી પકડીને હલાવવાની ક્રિયા. દુકાનમાં પાથરેલી જાજમ ઉપરની ધૂળ શી રીતે ખંખેરો ? ચારે ખૂણેથી ઉપાડી, લાકડીથી ઝાપટો તો ખંખેરાયને ! આત્મા ઉપર મળ કેટલો છે ? આત્માના અસંખ્ય પ્રદેશ, એના એક એક પ્રદેશ પર અનંતકર્મના અણુઓ લાગેલા છે, એને લઈને આત્માની સઘળી શક્તિઓ એટલી બધી બુઠ્ઠી બની છે, કે સત્ય વસ્તુ ધ્યાન ઉપર આવે જ નહિ, આવે તો લેવાનું કૌવત નહિ, લેવાય તો સાચવવાની તાકાત નહિ અને હાથમાંથી સરી જાય તો શોક પણ નહિ.
પૌલિક પદાર્થની પ્રાપ્તિમાં જે આનંદ અને એના નાશમાં જે શોક, તેવો અહીં કદી અનુભવ્યો છે ? પાંચ-પચાસ લાખ રૂપિયા આવે, બંગલા બગીચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org