________________
inક
- ૧૩: વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33 --- ૧૯૯
પોષતા માની, અહીં ન માની. આ વસ્તુ પ્રત્યે ત્યાં છે તેવો અનુરાગ ન થાય, સાંભળવાનો રસ ન જાગે, પરિણામ ન પામે, અમલ ન થાય, ત્યાં સુધી સિદ્ધિ થાય શી રીતે ? ધર્મનાં કાર્યો વિપ્નમય શાથી?
આગમના કહેનાર શ્રી અરિહંતદેવ, રચનાર શ્રી ગણધરદેવ અને ધારણ કરનાર મુનિવૃંદમાં વૃષભ સમાન સૂરિવરો, બધા જ ત્યાગી. કહેનાર સંપૂર્ણ ત્યાગી, રચનાર પણ સંપૂર્ણ ત્યાગી, અને આગમનું રક્ષણ કરનારા સૂરિવરો પણ ત્યાગી. એ આગમના કથનમાં શું હોય ? ત્યાગ જ હોય. એમ કહો કે તાકાત નથી, એ વાત જુદી, પણ ધ્યેય કયું ? ધ્યેય હમેશાં મોટું હોવું જોઈએ. ધ્યેય ઢીલું, તો પ્રવૃત્તિ પણ પોલી.
જ્ઞાનીએ કહેલી વાતના ગ્રાહક તમે મક્કમ હો તો, રીતસર જાણનાર હો તો, અમે ઢીલા થતા હોઈએ તો અમને પણ તમે મક્કમ બનાવી શકો છો. અમે અર્થ-કામની વાત કરીએ તો તમે કહી શકો છો કે, “અમારે અર્થ-કામનો ખપ નથી, એમાં તો અમે હોશિયાર છીએ, એની મૂચ્છમાં તો અમે પડેલા છીએ, અર્થ-કામ માટે તો તમારા કરતાં અમારી સલાહ સારી, એ માટે તો અમે ભલભલાને ગુલાંટ ખવરાવીએ એવા છીએ, ગ્રાહકને સમજાવવા માટે અમારી આંખની જાદુગરી અજબ છે, નોકરને ઇશારે સમજાવવાની કળા તો અમે જ જાણીએ, માટે અમે તો અર્થ-કામથી છૂટવા આવીએ છીએ' – એમ કહી દો તો ભિન્નતા આવે ? શબ્દની કે શૈલીની ભિન્નતા આવે એ વાત જુદી છે. એ ભિન્નતા એ ભિન્નતા નથી, પણ આ બધું તમે મક્કમ બનો તો ને ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વાત કરી, પણ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ તથા ભાવ એટલે શું ? – એ પૂછવામાં આવે તો તો માથું જ ખંજવાળોને ?
નિશ્ચય અને વ્યવહાર એ ધર્મની અપેક્ષાએ છે. એને બદલે દુનિયાના વ્યવહારને મજબૂત કરો તો ધર્મ ક્યાં રહે ? એટલા માટે જ ધર્મની કાર્યવાહી વિપ્નમય. સહેજ ત્યાગવૃત્તિ થઈ, કે વિપ્નની શરૂઆત થઈ. કલ્યાણકર પ્રવૃત્તિમાં, આત્માના નાશની ભાવનાવાળાં વિઘ્ન ન હોય તો, એ ઉપસર્ગ તો કસોટી માટે ગણાય. ત્યાં પેલા ઉપર ઝેર ન હોય. આત્માના નાશની ભાવના હોય ત્યાં ઝેર છે, ઝેર હોય ત્યાં મારી નાખવા સુધીની તૈયારી હોય છે. આ સ્થિતિમાં કોણ ટકે ? કોઈક. જે ટકે તે પુણ્યવાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org