________________
૧૯૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
4
મોક્ષમાર્ગના સ્થાપક, મોક્ષે જવાને માટે બધુંયે તજવાનું કહેનારા, દુનિયાના વ્યવહારને સારા કહે ? જો એમ હોય તો બબ્બે વખત અઢાર પાપસ્થાનકની માફી શા માટે મગાવે ? સાત લાખ પૃથ્વીકાય વગેરે ચોરાશી લાખ જીવાયોનિની બબ્બે વખત માફી મગાવે ? રોજ એ માફી મગાવે ? એક એક પાપને છૂપું ન રહેવા દે, યાદ કરાવી પશ્ચાત્તાપ મગ્ન રખાવે, એ જ્ઞાની, દુનિયાના વ્યવહારમાં રાચ્યામાચ્યા રહેવાનું કહે ? બુદ્ધિથી થોડું વિચારો. તમે તો મહામુનિઓને સાંભળ્યા છે. એ બધું જાય છે કયાં ? આટલું છતાં તમારી આવી દશા શાથી?
સભા: બહુ સાંભળવાથી.
બહુ સાંભળવાથી નહિ, પણ ભિન્ન ભિન્ન સાંભળવાથી ગોટાળો થયો છે! આ ખામી તમારી છે. કાલે કહી ગયો છું કે સમ્યક્ પ્રકારે શ્રી જિનેશ્વરદેવના મતને પ્રકાશે તે ભાવાચાર્ય : બીજા જુદી કોટિના. તમે ગ્રાહક છો. માન્યું કે તમે બીજું કાંઈ નથી જાણતા, પણ આટલું તો જાણો છો ને કે ભગવાન શ્રી મહાવીર જિનેશ્વર વીતરાગ છે, એમણે બધાનો ત્યાગ કર્યો છે, મહા ઘોર ઉપસર્ગ પરીષહને સહ્યા છે, રાજપાટ-ઋદ્ધિસિદ્ધિ બધું છોડ્યું છે, દાન પણ થોકબંધ દીધું છે, અપૂર્વ શીલ પાળ્યું છે, ઘોર તપશ્ચર્યા કરી છે, ભાવનાથી જરા પણ ડગ્યા નથી, ત્યારે તીર્થકર બનીને જગતના કલ્યાણ માટે માર્ગ સ્થાપ્યો છે.
બારે મહિને શ્રી કલ્પસૂત્ર સાંભળો છો, એમાં ભગવાન શ્રી મહાવીરદેવનું જીવન અથથી ઇતિ સુધી આવે છે. કોઈ કહે કે, રોજ એનું એ શું? શાસ્ત્ર કહે છે, કે પોષક ચીજ રોજ જોઈએ. શાસ્ત્ર કહે છે કે જો કલ્પસૂત્ર એકવીસ વાર વિધિપૂર્વક જે સાંભળે, તે આઠમા ભવે મોક્ષે જાય. ગણધર દેવ સ્વયં દ્વાદશાંગીના રચનાર છતાં જ્યારે જ્યારે પ્રભુની દેશના સાંભળે, ત્યાં ઊભા પગે બેસી, બેય હાથ જોડી, દૃષ્ટિ સન્મુખ રાખી, ઊંચે કાને સાંભળે. આંખમાંથી હર્ષનાં અશ્રુ જતાં હોય : શ્રી ગણધરદેવ પોતે જે જાણે તે પણ પૂછે, ફરી ફરીને સાંભળે.
તમે રોજ પેઢી અને ઘરમાં જતાં કંટાળતા નથી. કંટાળતા હો તો અહીં આવોને ! નવાં મકાન, નવાં માણસોનો પરિચય થશે. ગળપણનો કંટાળો આવે, પણ એની એ રોટલી અને એનાં એ શાકનો કંટાળો આવે છે ? નહિ. શાથી ? પોષક માન્યું છે એથી. એનાં એ કપડાં પહેરતાં રોજ કંટાળો આવતો નથી. રોજ ટાઇમસર જવાનું હોય ત્યાં જવાય. માન્યું છે કે જવાય તો ઠીક, ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org