________________
વ7
–– ૧૩ વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33
– ૧૯
ત્યાગની જ વાત. જ્યાં છૂટવાની ભાવના હોય, એ સંયોગવશાત્ લેવા પણ જાય, તો પણ એની નીતિને વાંધો નહિ આવે. નીતિ છોડવાની એ મૂર્ખાઈ કદી જ નહિ કરે. સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં રમે નહિ, એટલે સંસારમાં રહેવા માટે ન રહે, પણ રહેવું પડે માટે રહે. સમ્યગ્દષ્ટિ આત્માની આ મોટી ફરજ. રમત બંધ થાય ત્યાં સુધી રહેનાર રહે, પણ રહ્યા છતાં એ રહેવાનું એવું હાનિકારક ન થાય. શરત એટલી કે વસ્તુ પરિણત થવી જોઈએ. વસ્તુ પરિણત ન થાય ત્યાં સુધી જોઈતો અમલ ન થાય. પોષક વસ્તુ રોજ જોઈએ ?
કલ્યાણકારિણી વસ્તુમાં વિઘ્નો બહુ’ - એનો હેતુ વસ્તુના શુદ્ધ પરિણામનો અભાવ ! પરિણત જન હોય એ ટકે. અપરિણત જન હોય એ ગબડે : પાછા આવે, ગબડે, આવે, એમ ચાલ્યા કરે. ધાર્યું કામ તો પરિણત થાય ત્યારે થાય. પરિણામને ટકાવવા હોય તો આલંબન શુદ્ધ જોઈએ. પરિણામ ઢીલાં છે અને આલંબન પણ ઢીલાં હોય તો ? વ્યવહારની વાતમાં હાજી હાજી કહી, તમને વ્યવહારમાં મૂકતાં વાર લાગે તેમ નથી. ફરજ બજાવતાં જો અવસર જોવાનું કોઈ કહે, તો પરિણામ શું આવે ? મુસીબતથી કલાક આવતા હો તે પણ ન આવો. તમને એમ થાય કે ન જઈએ તો પણ વાંધો નહિ. તમે આવતા હતા, નામનું મોં વળ્યું હતું, મન તો બીજે હતું, ખોખું આવતું હોય, તેમાં તમને આમ કહેનાર મળે તો તમે આવો ? તમને પણ એમ થાય કે કાંઈ નહિ, એ તો ચાલે.
કેટલાક આવીને કહે છે કે, ધર્મ ખરો, પણ વ્યવહાર અને નિશ્ચય બેય જોવાય : તે વ્યવહારનો અર્થ, એ દુનિયાની કાર્યવાહી માને અને અહીંની કાર્યવાહીને નિશ્ચય માને, અને કહે કે, વ્યવહાર પહેલાં અને નિશ્ચય પછી. એમને કહો કે વ્યવહાર અને નિશ્ચય સમજાવો. શું સમજાવે ? એ તો એમ જ કહે કે ભગવાને બેય કહેલ છે, વ્યવહાર અને નિશ્ચય. પણ વ્યવહાર એટલે શું અને નિશ્ચય એટલે શું ? એ સમજાવવાનું કહીએ તો સમજાવે નહિ અને ઊઠીને ચાલ્યા જાય. મને એમ કહે કે આપ નિશ્ચય માનો છો, વ્યવહારને સમજતા નથી. પણ હું પૂછું કે સમજાવો, તો બોલે નહિ. આ શબ્દો કયાંથી આવ્યા એ સમજાતું નથી. જ્ઞાનીએ કહેલા નિશ્ચય તથા વ્યવહારને આવા સમજતા નથી. ગેરસમજને લઈને ઘણાં દુષ્પરિણામ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org