________________
૧૯૭
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
શાસનની આરાધનામાં પ્રાયઃ બધાં જ વિઘ્ન. ઘરબાર, કુટુંબપરિવાર, આડતિયો, કપડાંલત્તાં, અરે નાક, એ પણ વિઘ્ન: બધેથી જીત મેળવીને આવવાનું. ખરેખર, આ શાસનનો જીવનમાં અમલ કરતાં તો ભારે સણસણાટી થાય તેમ છે. વાસ્તવિક રીતે જો ધર્મી બનવું હોય, તો લોકહેરી તજો. લોકહે૨ીમાં પડ્યા તો આ બધું ગયું જ સમજો. ઉત્તમ પ્રવૃત્તિ વખતે લોક તરફ જુઓ તો ખલાસ, કાંઈ ન થાય. લોક તો એવું કે વાત સાંભળે અને ઓકે નહિ ત્યાં સુધી આફરો ઊતરે નહિ. જોઈને, ખાતરી કરીને, ખાતરીપૂર્વકનું બોલે તેને તો પહોંચાય. આ તો કોઈ પૂછે કે વાત ક્યાંથી લાવ્યા ? બહારથી. પણ કચાંથી ? બહારથી. એની પરંપરા શોધતાં પાર ન આવે.
--
૨
શ્રી જિનેશ્વરદેવ તથા નિગ્રંથ ગુરુદેવોને આરાધવા હોય, તે તારકની આજ્ઞા મુજબ ચાલવું હોય અને સંસારથી છૂટી મુક્તિ મેળવવી હોય, તો ગમે તે રીતે પણ લોકહેરીને તજો. ધર્મશુદ્ધિ હોય તો વ્યવહારશુદ્ધિ રહે. ધર્મને આઘો મૂક્યો કે વ્યવહારશુદ્ધિ પણ ગઈ, એકે શુદ્ધિ ન રહે. આત્માને નિર્મળ કર્યા વિના, સામાન્ય નીતિ પણ ધર્મરૂપે પળાતી નથી. નીતિ હોય ત્યાં ધર્મ હોય પણ, અને ન પણ હોય, અને ધર્મ હોય ત્યાં તો નીતિ નિયમા હોય, ધર્મશુદ્ધિ આવે ત્યાં વ્યવહારશુદ્ધિ હોય જ.
Jain Education International
472
નીતિ બે રીતે પળાય. એક તો ધર્મ માનીને નીતિ પળાય અને બીજી પ્રતિષ્ઠા ખાતર પણ નીતિ પળાય. નીતિથી પ્રતિષ્ઠા વધે. પ્રતિષ્ઠા વધે તો પેઢી સારી ચાલે, આવક વધે, આ હેતુથી પણ નીતિ પળાય. ગમે તે થાય તો પણ નીતિને છોડાય નહિ, એ રીતે પણ નીતિ પળાય. ધર્મબુદ્ધિથી નીતિ પાળનારને કોઈ લાખ આપવા આવે તો તે કહી દે કે ધર્મ પાસે લાખ તુચ્છ છે, ધર્મ જતો હોય તો લાખ ન કલ્પે. વ્યવહારબુદ્ધિથી નીતિને પાળનાર તો તરત લઈ લે. નીતિ બેય જણની, પણ વ્યવહારબુદ્ધિથી નીતિ પાળનારને નિમિત્ત મળતાં ગબડતાં વાર નહિ લાગે. નીતિનો સામાન્ય અર્થ શુદ્ધ પ્રવૃત્તિ. પણ ધર્મભાવના વિનાની નીતિ એવી જ હોય.
ધર્મી કોણ ? હેયને તજવાની, રુચિવાળો, નીતિમાં તો નીતિપૂર્વક મેળવવું એ છે અને ધર્મપણામાં તો તજવાની વાત છે. ‘ન્યાયસંપન્નઃ વિમવઃ' એ ગુણ સમજાવતાં વારંવાર ટકોર કરવી પડે છે. જેઓ વિભવ વર્જી શકતા નથી, તેઓ અનીતિના ફંદામાં ન ફસે માટે ત્યાં નીતિ અને ન્યાય એ વિધાન. ધર્મમાં તો
For Private & Personal Use Only
www.jainelibrary.org