________________
41
–– ૧૩: વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે – 33
– ૧૯૫
સંખ્યા કાઢીએ, તો આંગળીના વેઢે ચડે એટલી જ સંખ્યા આવે. આદિથી અંત સુધી એકસરખી પરિણામની ધારાવાળા તો વિરલા જ. કોઈ પાંચ કદમ ગભરાય, તો કોઈ દશ કદમ ગભરાય, કોઈ પચાસ કદમે તો કોઈ સો કદમ ગભરાય, કોઈ અધવચ ગભરાય, તો કોઈ છેલ્લી ઘડીએ ગભરાય, ન ગભરાય એવા કેટલા ? કહેવું પડે જ કે થોડા.
આખા ભવચક્રપુરની વચમાં વિવેકગિરિ છે. એના ઉપર શ્રી જિનધર્મપુર નગર છે. જે ચારિત્ર રાજાની રાજધાની છે. દહીં-દૂધિયા ત્યાં પણ છે, તે અહીં પણ હા અને ત્યાં પણ હા. ચારિત્ર રાજાને પણ હા કહે અને મોહ રાજા સાથે પણ સંબંધ રાખે. બેયમાં પગ રાખે. એ રાજધાનીમાં રહેનારાને આપત્તિનો સુમાર નથી. શાથી? જે થોડા છે, તેમાંથી પેલાના પણ છે. પેલાના તો એના જ. અને આના છે તે એના પણ છે માટે આપત્તિ. એ દશાનો વિચાર કરવામાં આવે તો બરાબર સમજાય. મક્કમ રહી ગયા, અણીશુદ્ધ પાર ઊતરી ગયા, તો પેલા પણ આવે કારણ કે, એ દહીં દૂધિયા પણ અહીંના રસિયા તો છે. પણ ધીરજ, સહિષ્ણુતા, શાંતિ બધામાં સરખી ક્યાંથી હોય ? પેલા એ ક્યાંથી લાવે ? ધર્મ અને નીતિનો તફાવત :
શ્રી ઋષભદેવ ભગવાનની સાથે ચાર હજાર નીકળ્યા હતા અને સંયમી થયા હતા. છદ્મસ્થકાળમાં શ્રી તીર્થંકરદેવ દીક્ષા આપતા નથી, પણ “પ્રભુ કરશે તેમ કરશું' - એ ભાવનાથી નીકળ્યા હતા. થોડો સમય તો આહાર વિના રહ્યા, પણ પછી શું ? “ભગવાન તો બોલતા નથી. કંઈ ભિક્ષા લાવતા નથી. ધ્યાનમાં ઊભા રહે છે. કરવું શું?'-આ વિચાર કરી છેવટે ચાર હજાર રવાના થયા, એકે ન રહ્યા. ફાગણ વદ આઠમથી વૈશાખ સુદ બીજ સુધી કલધ્ય આહાર ન મળ્યો. ભક્તો તો એવા હતા કે માગે તે આપે. પણ માગે તો ને? ભગવાન આવે એટલે કોઈ કન્યા આપે, તો કોઈ અલંકાર આપે, પણ એ બધાને ભગવાન કરે શું ? આવીને ચાલ્યા જાય. કોલાહલ તો બહુ મચે કે ભગવાન કંઈ લેતા નથી, પણ કોઈ નિર્દોષ ભિક્ષા આપવામાં સમજે નહિ, ત્યાં શું થાય ? સભા : બધું લોકને શીખવાડ્યું અને આ રહી ગયું? એ પણ સમજાવશે : એને વાર છે, હમણાં નહિ.
શ્રી તીર્થંકરદેવના કલ્પનો અભ્યાસ કરો. એ તારકનું કરેલું કરવાનો દંભ ન કરવો સારો છે. એ તારકના શાસનને આરાધવું, એ પણ સહેલું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org