________________
૧૯૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
- -
470
એ ભોગજીવન નથી, પણ ત્યાગજીવન છે - માટે એ જીવનની મહત્તા છે. જો ભોગજીવન માટે મહત્તા ગાવાની હોત, તો તો દેવજીવનની મહત્તા ગાત, પણ મહત્તા તો માનવજીવનની ગાવામાં આવી છે. દશ દૃષ્ટાંતે દુર્લભતા બતાવી, અનેક રીતે મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી, એનો હેતુ જેને ન સમજાય, એ સમજાવવાનો ઇરાદો જેના હૃદયમાં ન ઊતરે, એનું ચિંત્વન જેને ન રહે, એની ઝંખના ક્ષણે ક્ષણે જેના અંતરમાં ન રહે, તે માનવજીવનને સફળ કઈ રીતે કરી શકે ?
દેવગતિમાં ભોગ તો ઘણા છે. શાસ્ત્ર તો સમજાવ્યું પણ છે કે, તારા આત્માએ કેટલાય ગણા ઊંચા દેવતાઈ ભોગો ભોગવ્યા, છતાં તૃપ્તિ ક્યાંય ન થઈ, તો આ શુદ્ર ભોગોથી તૃપ્તિ ક્યાં થવાની છે ? શાની થાય ? ન જ થાય. જેમ જેમ તમે ભોગની પાસે જાઓ, તેમ તેમ તેની લાલસા વધે. તમે આટલા મોટા થયા, કહો જોઉં, તમારી લાલસા વધી કે ઘટી? બાલ્યકાળથી તમારી દશા સુધરી કે બગડી ? કોઈ સમજાવે અને ભોગના સંસર્ગથી કોઈ દૂર થાય એની વાત જુદી. ભોગનો એ સ્વભાવ કે એના યોગે તૃષ્ણા શમે નહિ. દેવતાના ભોગ આગળ મનુષ્યના ભોગ કંઈ વિસાતમાં નથી, છતાં મનુષ્ય જીવનની મહત્તા ગાઈ. કારણ કે, મનુષ્ય ધારે તો ઇષ્ટ ફળ ઉપજાવી શકે. દેવતા જેમ મોક્ષે ન જાય, તેમ મરીને દેવ પણ ન થઈ શકે અને મનુષ્ય તો ધારે તો દેવતા પણ થાય, ધારે તો મોક્ષે પણ જાય અને આમ ઊલટાપણામાં ધારે તો તિર્યચપણામાં જાય અને છેવટે સાતમી નરકે પણ જાય. યોગ્યતા અને તાકાત બધી છે, સંયોગો બધા છે : અનુકૂળતા બધી છે : આત્માને લાભ લેતાં આવડે તો લે, ન આવડે તો લાભ રહી જાય અને ઊલટી હાનિ થાય.
દુનિયામાં અકલ્યાણકર પ્રવૃત્તિના સાથી, સંબંધી, સલાહકાર, રક્ષક, પાલક અને પોષક આત્માઓની સંખ્યા સદાને માટે મોટી છે. આ વિશ્વમાં બહુમતી મેળવવી હોય તો અકલ્યાણકર કરણી કરનારાઓની જોઈએ તેટલી મળશે અને કલ્યાણકર પ્રવૃત્તિ કરનારાઓની તો જ્યારે ને ત્યારે લધુમતી જ રહેવાની. વિષયકષાયમાં આસક્ત થયેલી દુનિયામાંથી કલ્યાણકારી પ્રવૃત્તિમાં રત થયેલા આત્માઓનાં દર્શન ઘણાં જ દુર્લભ છે. ખરેખર, ધર્મથી પરિણત જન થોડા જ હોય. તે થોડામાં પણ બરાબર હોત તો જુદી વાત. થોડામાંના કેટલાક પણ “આ શું ? આ શું ? ?” એમ કરી કરીને મુંઝાય. ઠેઠ સુધી ટકનારની સરવાળે છેલ્લી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org