________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
શ્રી સ્થૂલિભદ્રસ્વામી ઉપર વેશ્યાએ અનુકૂળ ઉપસર્ગ ભયંકર કર્યા, પણ એનું હૃદય દ્વેષીલું નહોતું, તો પરિણામ શું આવ્યું ? ચાર ચાર મહિના સુધી એણે અખંડ રીતે પોતાની કાર્યવાહી કરી, તો પણ એ ચળાયમાન ન થયા. આત્મા કેટલો બળિયો ! વેશ્યાએ પણ આખરે વિચાર્યું કે મારા બળને જો એ આધીન ન થાય, તો એમના બળને આધીન મારે થવું જોઈએ. વેશ્યાએ આવીને કહ્યું કે, ‘તમે જીત્યા અને હું હારી. તમે પામ્યા તે મને આપો.' આને પહોંચાય.
૨૦૦
-
Jain Education International
२
શ્રી સ્થૂલિભદ્રસ્વામી ચોમાસુ ક૨વા આવ્યા, ત્યારે જ કહ્યું હતું કે, તારે સાડા ત્રણ હાથ દૂર રહેવું. વેશ્યા પણ હૃદયની ચોર નહોતી. એ મર્યાદાનો ભંગ વેશ્યાએ પણ નહોતો કર્યો. વેશ્યાની ભાવના એ પૂરેપૂરી કે આમને મારા તરફ ખેંચું, પણ મર્યાદા લંઘીને નહિ ! શ્રી સ્થૂલિભદ્રસ્વામી પણ આવ્યા, તે એ જ હેતુ માટે કે મારે બતાવવું છે કે, હવે તો સઘળું તજ્યું છે અને જે મેં લીધું છે તે કલ્યાણકારી છે. ષડ્રસ ભોજન, વર્ષાઋતુ, પરિચિત વેશ્યા, બારબાર વર્ષના સહવાસવાળી વેશ્યા, સહવાસ પણ એક એકના વિના એક એકને ક્ષણ પણ ચાલે નહિ એવા સહવાસવાળી વેશ્યા : ત્યાં પણ આત્મા કેટલો બળિયો કે મક્કમ રહ્યો. મર્યાદાનું લંઘન કોઈએ ન કર્યું. શ્રી સ્થૂલિભદ્રસ્વામીને આવતા દીઠા કે ઊભી થઈ અને હાથ જોડીને ઊભી રહી. ‘મહાવ્રતોના ભારથી વિધુર થઈને આવ્યા છે’ - એમ મનમાં વિચારીને બોલી કે, ‘પધાર્યા ! આદેશ કરો ! શું કરું? આ શરીર, ધન અને પરિવાર સઘળુંય આપનું જ છે.'
શ્રી સ્થૂલિભદ્રજીએ કહ્યું કે, ‘ચોમાસુ રહેવા માટે સ્થાન આપો !'
વેશ્યાએ ચિત્રશાળા ખોલી આપી. ચિત્રશાળા કેવી ? એમાં પેસતાં નપુંસકને પણ પાનો ચડે તેવી. શ્રી સ્થૂલિભદ્રસ્વામીએ પણ ના ન પાડી, કારણ કે, જે માટે આવેલ છે તે ત્યારે થાય. રોજ વેશ્યા સામે આવીને બેસતી, પણ આથી રહેતી. મરજી પડે તેવા હાવભાવ કરતી ચેનચાળા કરતી, વિષયને વધારનારી બધી કાર્યવાહી કરતી, પણ દૂર રહીને. આ મહાત્મા જોયા કરતા અને અડગતામાં એ પણ વધ્યે જતા હતા. વેશ્યા રોજ પોતાની કાર્યવાહી વધારતી, થાકતી ત્યારે ઓરડામાં જઈને રોતી. પોતે રોવે છે એવી શિથિલતા એ વેશ્યા એમને બતાવતી નહિ. રખે શિથિલતા પરખી જાય, માટે ઓ૨ડામાં જઈને રોતી. શી રીતે આમને ભીંજાવવા એ જ ધ્યેય હતું. રોઈરોઈને પાછી બહાર આવતી, ત્યારે તૈયાર થઈને આવતી. એ સમજતી કે આમની પાસે ફાવવું મુશ્કેલ છે. એ પોતાની પોલ
476
For Private & Personal Use Only
www.jainelibrary.org