________________
૧૩ : વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33
બહાર ન બતાવતી, કારણ કે, એને વિજયની આશા હતી. શ્રી સ્થૂલિભદ્રસ્વામી મક્કમ રહ્યા. પેલી દુઃખી થઈ એની દયા એમને ન આવી. પાપ લાગે કે નહિ ? વેશ્યાએ કહ્યું : ‘તમારી દયા કયાં ગઈ ? અહિંસા કયાં ગઈ ? તમારો ધર્મ ક્યાં ગયો ? હું બળી રહી છું, પણ તમને દયાયે નથી આવતી ?'
477
શ્રી સ્થૂલિભદ્રજી નિર્દય હતા ? નહિ જ. ચાર મહિના વેશ્યાએ આર્તધ્યાન કર્યું, એના પાપના ભાગીદાર કોણ ? એનો આત્મા. આજ તો એમ કહેવામાં આવે છે કે, એ બિચારા દુર્બાન કરે છે માટે આપણે આપણું છોડી દો ! હું કહું છું કે દુશ્મનનું પણ ભલું કરવું હોય, તો તમે તમારી સજ્જનતામાં મક્કમ રહો. ‘શું કરીએ ?’ - એમ કહી હાથ પહોળા કર્યા, તો પેલા સોગણા બગડશે. એક ધર્મી માર્ચથી ખસે, એનાથી ધર્મની જે હાનિ થાય છે, તે જો એ ધર્મી ધર્મમાં ટકે તો કદી જ ન થાય. શ્રી સ્થૂલિભદ્રજી દયા ખાઈને સહેજ ખસત તો શાસનને હાનિ પહોંચત.
૨૦૧
સભા ઃ શાસનને ?
હા. ધર્મીની શાસ્ત્ર વિરુદ્ધ અગર પતનની કાર્યવાહીથી ધર્મ પણ નિંદાય. ધર્મીએ ધર્મની રક્ષા માટે પોતાની ફરજમાં મજબૂત બનવું જોઈએ. શ્રી સ્થૂલિભદ્રસ્વામી ન પડ્યા, મક્કમ રહ્યા, એની પણ શાસ્ત્ર પ્રશંસાપૂર્વક નોંધ લીધી, સિંહગુફાવાસી મુનિ આવ્યા, પડ્યા, પડવાની તૈયારી થઈ, પણ વેશ્યાએ ન પડવા દીધા, તો તેની પણ પ્રશંસાપૂર્વક નોંધ શાસ્ત્ર લીધી. શ્રી સ્થૂલિભદ્રસ્વામીએ કાર્યવાહી એવી કરી કે, પોતે તો ન પડ્યા, પણ પોતાના સહવાસી પણ ન પડે એવી યોજના કરી.
ધર્મમાં સ્થિર રહો !
વિરોધી વાતાવરણ ઊભું થયું હોય, એ ફેરવવું હોય ત્યારે નિંદક ન બનતાં, બીજાને નિંદક ન બનાવતાં, કહેવું કે ઊભો છું. ત્યારે કામ થાય, કારણ કે, બધા હીનકોટિના નથી, બધા વિરુદ્ધ નથી, એમાં પણ કેટલાય પુણ્યાત્મા છે, જે સંસર્ગથી વાતાવરણથી દોરાઈ ગયા છે. એવા તો જરા જુએ કે ‘ના, ના, આમાં કંઈક છે'-તો જરૂર ફરે. ‘આ ચળતા નથી, મક્કમતા છે, માટે કાંઈક છે’-અને ‘અહીં તો પોલ છે'-આવું તરત થાય, પણ થાય ક્યારે ? ધર્મી મક્કમ હોય તો ને ! પણ પોલ જુએ તો પેલા ચડી બેસે. કહી દે કે ‘ગબડાવો.’
છેવટે શ્રી સ્થૂલિભદ્રસ્વામીજી એને શ્રાવિકા બનાવીને ગયા. બીજે વરસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org