________________
૧૨૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – – 398 ચપટ બેઠા નથી, સાડા બાર વર્ષ અને પંદર દિવસમાં નિદ્રા બે ઘડી આવી ગઈ : લીધી નહિ પણ આવી ગઈ, જે ઊંઘમાં દશ સ્વપ્નાં ઊંચી કોટિનાં આવ્યાં કે જેનું ફળ મુક્તિ સુધી પહોંચાડનાર બન્યું. સાડા-બાર વર્ષ અને પંદર દિવસમાં ત્રણસો ઓગણપચાસ પારણાં થયાં, એ પારણાં પાટલે બેસીને કરવાનાં નહિ. આ તો પારણાંયે અજબ ! ભગવાન તો નહિ જેવા ટાઇમમાં અંજલિમાં જે આપે તે વાપરી લે. બાકી બધો ટાઇમ ચૌવિહાર. સાડા બાર વર્ષમાં બેસવાનું નામ નહિ, બેસે તો ઉત્કટ આસને બેસે. ઉપસર્ગ પરીષહ સહવા, તપ કરવો અને બેસવું નહિ. બેસવું નહિ એટલે પૂંજવા તો કંઈ જોઈએ જ નહિ, એટલે એમનો દેખાવ પણ લોકોત્તર ! હવે આવા પરમશક્તિસંપન્ન શ્રી તીર્થકર ભગવાનનો વાદ ક્યાં લેવાય ? જો ભગવાને કહ્યું હોત કે “મારી જેમ સંયમ પાળે તો મુક્તિએ જવાય' - તો કોઈ જ ન જઈ શકત. શ્રી ગણધરદેવો પણ ન જઈ શકે. શ્રી ઋષભદેવ ભગવાન સંયમ લીધા પછી એક હજાર વર્ષ છબસ્થાવસ્થામાં રહ્યા, એમાં સર્વ રીતે અપ્રમત્તાવસ્થા: પ્રમાદ તો નહિ જ જેવો અને બાર બાર મહિના સુધી તો અન્ન કે પાણીનો સર્વથા અભાવ. આવા લોકોત્તર ભગવાનનો વાદ ક્યાં લેવાય ? જો આવું કરી શકો તો બહુ સારી વાત, હાથ જોડીએ પણ ઢોંગ - ધતૂરા ન ચાલે. દેખાવ જુદો અને અંદર જુદું, એ ન ચાલે. ત્યાગ કરનારની પાછળ થતા રુદનનું પાપ કોને લાગે ?
ત્યાગ કરનારે સાચા ત્યાગી બનવું જોઈએ, પાછળની વસ્તુમાં આસક્તિ રહે તો એની ક્રિયાનું પાપ લાગે. હૈયામાં આસક્તિ હોય તો પાછળની ક્રિયાનો દોષ લાગે.
મરતી વખતે કુટુંબીઓને સર્વને ભેગા કરી કહી દો કે “મારા હિતસ્વી હો તો મારી પાછળ રોવા - કૂટવાનું કરશો નહિ. મારા પર સાચો પ્રેમ હોય તો મારી પાછળ દુર્ગાન કરશો નહિ!” પછી જો કુટુંબ મૂઆ પાછળ રુએ, ફૂટે, ઢોંગ કરે, તો એનો હિસ્સો મરનારને નહિ પણ મરનાર મારાં મારાં કરે તો પાછળની પોકનું પણ પાપ એને લાગે. મરતી વખતે કુટુંબી કહે કે બે હજાર કે પાંચ હજાર તમારા નિમિત્તે શુભ માર્ગે વાપરશું. તે સાંભળે અને અનુમોદના કરે તો તો લાભ, પણ મનમાં બોલ્યા કરે કે મૂર્ખાઓ, મફતના નથી આવતા ! તો લાભ નહિ. મંદિર બંધાવ્યું હોય, એની અનુમોદના કરે કે હજારો આત્માઓ એ નિમિત્તે આત્મકલ્યાણ કરે, તો તો એનો પણ લાભ મળે. મરતાં ઉત્તમ ક્રિયાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org