________________
૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ 28
લાભ અનુમોદના હોય તો મળે અને પાપની ક્રિયાનો જો ત્યાગ ન કર્યો હોય તો વગર અનુમોદનાએ પણ હિસ્સો લાગે. તમારું ચપ્પુ છે, એનો જો ત્યાગ ન કરો, તો એ ચપ્પાથી થનારી તમામ ક્રિયામાં તમારા આત્માને હિસ્સો લાગ્યા કરે. અમદાવાદમાં એક ડોક્ટર થઈ ગયા. એમણે પોતાનાં ઓજાર મંગાવી ટુકડા કરી એવી વ્યવસ્થા કરી હતી કે જરા પણ એનો ઉપયોગ ન થાય, કે ન તો કોઈને કણ સરખો પણ વાગે. ત્રિધાત્રિધા ત્યાગ કર્યો. ડોક્ટરની ડિગ્રી ધરનારા થયા હતા, પણ પાછળથી ૫૨મ શ્રાવક બન્યા હતા, એથી દૃષ્ટાંત તરીકે પણ લઈ શકાય છે.
399
આજે કહેવામાં આવે છે કે ‘સંયમી દીક્ષા લે તો માતા રુએ એનું પાપ એને લાગે.’ પણ જો આસક્તિનો ત્યાગ કર્યા છતાં એમ પાપ લાગતું હોય, તો તો ભગવાન શ્રી ઋષભદેવસ્વામીને કેવળજ્ઞાન થાત જ નહિ. માતાને શોક થાય છે. શોક એ મોહના ઘરનો અને મોહ એ ઘાતીકર્મ છે. જો ભગવાનને માતાના શોકની ક્રિયાનો હિસ્સો લાગતો હોત, તો ભગવાનનાં ઘાતીકર્મનો ક્ષય થાત જ નહિ અને એમને કેવલજ્ઞાન થાત જ નહિ. મરૂદેવા માતા હજાર વર્ષ રોયાં હતાં. સાચો સ્નેહ હતોને ? આજે માતાપિતાને કે વડીલોને કોઈ અવસાન પામે તો શોક કેવો થાય ? મરે ત્યારે આઘાત પછી બેચાર દિવસ જરા રહે, પછી નહિ જેવો, અને વખત જતાં જાણે કોઈ હતું જ નહિ. મરે ત્યારે પણ આધાત, નિકટનાને, જેને સ્વાર્થ વધુ હોય તેને ! જેની જીવનદોરી એના પર હોય એને ! બાકીનાને સામાન્ય. સાચો આઘાત થાય તો તો શબ્દ પણ ન નીકળે અને આંસુ પણ આવે નહિ. સ્ત્રીઓ રુએ ત્યારે જોજો મોં ઢાંકીને રુએ, એમાં પણ હેતુ છે. આદમી પણ કૂકવો કરવા જાય ત્યારે ખેસ આડો રાખે. ખોટા રિવાજોએ દંભ શીખવ્યો છે. સ્ત્રીઓએ ફૂટવું પડે તે શી રીતે કૂટે ? હાથ ભેગા કરી અવાજ કરે પણ ઘરની બાઈ બરાબર ન ફૂટે તો એની નિંદા કરે. ઘરની બાઈએ તો બે મહિના પથારીએ પડવાની તૈયારી કરવી જ જોઈએ. બૈરાં રોવા આવે ત્યારે પોતાની સાત પેઢી સંભારીને રુએ, જ્યારે આંખ જરા નીતરે, જરા લાલ જેવી થાય, ત્યારે જ મુખ ખુલ્લું કરે. મરૂદેવી માતાએ તો હજાર વર્ષ સુધી શોકથી રુદન કર્યું હતું. રોજ પોતાના પૌત્ર ભરતને ઉપાલંભ આપતાં.
૧૨૩
સભા : એક હજાર વર્ષ શોક કર્યો એ કર્મ, અંતરમુહૂર્તમાં ખપીને કેવળ થયું ? હા. ભગવાનનું સમોસરણ જોઈને પરિણામની ધારા એવી ચડી કે હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org