________________
39. – ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28 – ૧૨૧ બાકી કલ્યાણના અર્થી આત્માઓએ તો જ્ઞાની પુરુષોનાં વચનના ભાવને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો જોઈએ. શાસ્ત્રને શસ્ત્ર ન બનાવો !
આજના સંસારરસિકો તો ભગવાનના જીવનમાંથી પણ જુદું જ કાઢવા ઇચ્છે છે, ભગવાન શ્રી મહાવીરદેવ બળવાન હતા. તે બળ જન્મથી જ હતું કે પ્રયોગથી મેળવ્યું હતું ?-એ પણ વિચારવાની તેઓને ફુરસદ નથી. ભગવાન શ્રી મહાવીરદેવના જીવનને જાણનાર સહુ કોઈ જાણે છે કે ભગવાન શ્રી મહાવીરદેવ જે રાત્રિએ જન્મ્યા, તે જ રાત્રિએ માત્ર અંગૂઠાના સ્પર્શથી જ આખા મેરુપર્વતને કંપાવ્યો હતો. જન્મથી જ તે પુણ્યપુરુષો પૂર્વની અનુપમ આરાધનાઓના બળે અનંતબળના ધણી હોય છે. આથી જ કહેવું પડે છે કે અમુક ચીજોની તમને જરૂર હોય તો તમે જાણો, પણ તે ભગવાનના નામે કે આગમના નામે ન કરો.
ગૃહસ્થને કરવું તો ઘણુંય પડે, પણ સમ્યગ્દષ્ટિ આત્મા તે કરતાં કરતાં પણ કહી દે કે “કરવું પડે છે, પણ કરણીય નથી” પોતાની પાપજનક પ્રવૃત્તિઓને પડદામાં રાખવા કે છુપાવવા ખાતર ભગવાનના નામને કે આગમને આગળ ન કરે.
હવે તો દુનિયાની ક્રિયાઓને પણ કેટલાક સૂત્રના નામે ચલાવવા માંગે છે. શ્રી તીર્થંકરદેવોના જીવનમાંથી ફાવતી વાતો કાઢે છે. શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી કુંથુનાથ સ્વામી તથા શ્રી અરનાથ સ્વામીએ છ ખંડની સાહ્યબી ભોગવી તથા ચોસઠ હજાર સ્ત્રી પરણ્યા, તો અમારે ચોસઠ પણ કેમ નહિ ? આવું પૂછનારાઓને કહેવું પડે કે તારા માટે શાસ્ત્ર એ શસ્ત્ર છે. આસક્તિના યોગે તું ચોસઠ લાખ સ્ત્રીઓ કરે તોયે તેનું પાપ તું જાણે, પણ તું શ્રી તીર્થંકરદેવોના નામે કે તેઓના તારક આગમોના નામે વાતો કરે એ કદી ન ચાલે. આવી વાતો કરવી એ ઘણી જ ભયંકર વસ્તુ છે. શ્રી તીર્થંકરદેવનો વાદ કરવો હોય તો બધો કરો. માબાપ મરી ગયાં હોય એણે તો દીક્ષા લેવી જોઈએ ને ? અરે મોટો ભાઈ હોય તો બે વરસ રહીને પણ લો ને ! પણ લેવી છે કોને ? લેવું છે શું?
સભા : ફાવતું.
તમને કોઈ પૂછે કે તમારાં માબાપનું આયુષ્ય કેટલું ? ભગવાન શ્રી મહાવીરદેવ તો જાણતા હતા, પણ તમે જાણો છો ? શ્રી તીર્થકરદેવની વાત ક્યાં થાય ? સંયમ લીધા પછી સાડા બાર વર્ષમાં એક દિવસ પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org