________________
૧૨૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
-
396
શ્રી તીર્થંકરદેવોના જીવનમાંથી ઉત્તમ બનાવોનો ઉપયોગ સંસારની પાપવાસનાઓને પુષ્ટ બનાવવામાં ન કરો ! એથી જીવનનું શ્રેય થવાને બદલે ભયંકર અકલ્યાણ થશે. ભગવાન શ્રી તીર્થંકરદેવો બધું જ જાણતા હતા, પણ તમે શું જાણો છો ? કે જેથી ભગવાનની પ્રવૃત્તિનો વાદ કરો છો ?
માતાપિતાના સ્વર્ગવાસ પછી ભગવાન જાણતા હતા કે મારા દીક્ષા સમયને હજુ તો બે વરસ બાકી છે, તો પણ ભગવાને વિચાર્યું કે, ભાઈ નંદિવર્ધનનો મારા પર બહુ પ્યાર છે, તો જો હું બે વરસ પછી એકદમ કહીશ તો બહુ કઠિન લાગશે, માટે પોતે તરત ભાઈને કહ્યું કે ભાઈ ! માતાપિતા અવસાન પામ્યાં, એટલે હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી હું દીક્ષા અંગીકાર કરીશ.' બરાબર સમજો કે ભગવાન “જાઉં છું” એમ નથી કહેતા, જ્ઞાનીના વચનના ભાવને સમજો. શ્રી નંદીવર્ધને કહ્યું કે “ભાઈ ! હજી તો માતાપિતા સ્વર્ગવાસ પામ્યાં એનો શોક છે, એમાં તું વળી ક્ષત પર ક્ષાર ક્યાં કરે છે ?' આ સ્થિતિમાં પણ ભગવાન કહે છે કે –
નિ-મા-બાફ-ફળી-જાપુરાત્ત બ્રેવિા जीवा जाया बहुसो जीवस्स उ एगमेगस्स ।।१।।' 'ततः कुत्र कुत्र प्रतिबन्धः क्रियते ?' સઘળા પણ જીવો એક એક જીવની સાથે અનેક વાર પિતાપણે, માતાપણે, ભાઈપણે, ભગિનીપણે, ભાર્યાપણે, અને પુત્રપણે થયા છે. તે કારણથી
કક્યાં ક્યાં પ્રતિબંધ કરી શકાય? વિચારો કે જે ભગવાન પોતાના બંધુ સમક્ષ આ પ્રમાણે કહે છે, તે જ ભગવાને અભિગ્રહ કેમ કર્યો હશે ? સમજવું જોઈએ કે ભગવાન સ્થિતિ જાણતા હતા. માતાપિતાનું આયુષ્ય તથા પોતાનો દીક્ષા સમય પણ જાણતા હતા. શ્રી નંદીવર્ધને પણ કહ્યું કે “ભાઈ ! આ બધું હું જાણું છું, પણ તું જાય એ મારાથી સહન થાય તેમ નથી, માટે બે વરસ રહી જા.” ભગવાને જાણ્યું કે દીક્ષાના સમયને પણ એટલી વાર છે, તો ભલે તેમ થાઓ ! ભગવાને ભાઈનું વચન સ્વીકાર્યું, પણ તરત જણાવી દીધું કે હવેથી મારા માટે થયેલો આહાર હું નહિ લઉં, સાધુવતું જીવન ગાળીશ, પ્રાર્ક પાણી વાપરીશ.' શ્રી નંદીવર્ધને પણ કહ્યું કે “ભલે ભાઈ ! તારી મરજીમાં આવે તે રીતે રહે.' જો આ બધી વસ્તુને વિચારવામાં આવે, તો એક પણ અયોગ્ય વાત લઈ શકાય તેમ નથી, પણ જ્યાં સંસારરસિકતાના યોગે ફાવતું જ લેવાની ભાવના હોય, ત્યાં તો ઉપાય જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org