________________
39ક
- ૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ - 28 -
-
૧૧૯
ન માની અને ભગવાન શ્રી મહાવીરદેવે માની” – એમાં અભક્તિ કે ભક્તિ એ કાંઈ કારણ નથી, પણ એક જ કારણ હતું અને તે એ જ કે, એકને ભોગાવલિકર્મ બાકી ન હતું અને બીજાને બાકી હતું.”
મુદ્દો એ છે કે શ્રી તીર્થંકર ભગવાનનો વાદ ન લો. તમારે તરવું હોય તો ભગવાનની આજ્ઞા મુજબ જ ચાલો. નવો વેપારી, કુશળ વેપારીની સલાહ મુજબ મુજબ માને પણ જો એની માફક ચાલવા જાય તો તણાઈ જાય. બેશક, એની સલાહ ચાલવાથી એના જેવા થવાય, પછી વાંધો નહિ. જે વેપારી બજારને નચાવતો હોય, બજારનો ભાવ પોતાના હાથમાં રાખી શકતો હોય, તેનો વાદ કરનારાની તો પાઘડી પણ ઊડી જાય. જ્ઞાનીનાં વચનોના ભાવ સમજો: સભાઃ લોકાંતિક દેવ આવ્યા પછી તો શ્રી તીર્થંકરદેવો બાર મહિને નીકળે અને એમ જ
ભગવાન શ્રી મહાવીરદેવ નીકળ્યા, તો કોઈને માટે રહ્યા એમ કેમ કહેવાય? ન જ કહેવાય. ભગવાન સ્વયંસંબુદ્ધ હોય છે, પણ કલ્પ એવો છે કે ભક્તિને અર્થે લોકાંતિક દેવો આવીને કહે કે “ભગવન્! સર્વ જગતના જીવોનું હિત કરનારું ધર્મતીર્થ પ્રવર્તાવો !” તે પછી શ્રી તીર્થંકરદેવ વાર્ષિક દાન દઈ બાર મહિને સંસારમાંથી નીકળે અને દીક્ષા અંગીકાર કરે. એ જ રીતે ભગવાન શ્રી મહાવીરદેવ પણ લોકાંતિક દેવોના આવ્યા બાદ બરાબર બાર મહિને જ નીકળ્યા, એટલે કોઈની ખાતર રહ્યા એમ ન કહેવાય. લોકાંતિકદેવ વહેલા આવ્યા હોત-અર્થાતુ લોકાંતિકદેવ આવ્યા પછી બાર મહિનાને બદલે કોઈની ખાતર વધારે રહ્યા હોત, તો એમ કહેવાત કે કોઈની ખાતર રહ્યા. જે બનાવો બન્યા તે બધા તે સમય દરમ્યાન બન્યા છે.
ભગવાન પોતે ગર્ભથી જ પોતાનો દીક્ષાનો કાળ જાણે છે, કેવળજ્ઞાનનો સમય જાણે છે અને નિર્વાણનો પણ સમય જાણે છે, બઘી જ સ્થિતિ જાણે છે માતાપિતાનું આયુષ્ય પણ જાણે છે. હવે એવા ત્રણ જ્ઞાનના ધણી ભગવાન આવા સંયોગોમાં માતાપિતાને પણ રાજી રાખવા માગતા હોય, તો એ લાભ કેમ ન લે ? અને તે દ્વારા જગતના જીવોને ઉત્તમ શિક્ષાપાઠ મળી શકે તેવી આચારણા કેમ ન કરે ? અવશ્ય કરે જ.
આથી જ આજના સંસારરસિક આત્માઓને કહી દેવું જોઈએ કે ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org