________________
૧૧૮
ડા
૧૧૮ -
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ – “શ્રી વર્ધમાનકુંવરને પરણાવવાનો અમારો તો પૂરો વિચાર છે, પણ શ્રી વર્ધમાનકુમાર જન્મથી માંડીને સંસારથી વિરક્ત છે, એટલે વિવાહાદિકની
વાત પણ તેની પાસે બોલી શકાય તેમ નથી.' વિચારો ! ભગવાન શ્રી મહાવીરદેવ કઈ રીતે વર્તતા હશે ! પિતા પોતે ભગવાન પાસે એ વાત ન કરી શક્યા, પણ મિત્રો પાસે એ વાત કરાવી. ભગવાનના મહિમાન મિત્રોએ જ્યારે ભગવાન પાસે એ વાત કાઢી, ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવે પોતાના મિત્રોને પણ કહ્યું કે -
'अथो बभाषे भगवान्, मूढाः को वोऽयमादरः ।।
परिग्रहो हि दारादे-र्भवभ्रमणकारणम् ।। १ ।।' હે મૂઢ આત્માઓ! આ તમારો કઈ જાતનો આદર છે? ખરેખર “સ્ત્રી'
આદિનો પરિગ્રહ, એ ભવભ્રમણનું કારણ છે.” ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા જ હતા કે મારે વિવાહ કરવાનો છે, તોયે આમ શા માટે કહ્યું ? પોતાના સાથી વિવાહને કરણીય ન માની લે તે જ માટે. કર્મનો તીવ્ર બંધ હોય તો શાસ્ત્ર કહે છે કે શ્રી તીર્થંકરદેવોને પણ ભોગવવો પડે, પરંતુ તે પુણ્યપુરુષો તેને આધીન ન થઈ જાય. શ્રી તીર્થંકરદેવો તો ભોગને પણ રોગની માફક ચિંતવે છે, પણ એમાં શું ?' એમ નથી કહેતા.
મિત્રોએ સિદ્ધાર્થ રાજાને આવીને કહ્યું કે “એમાં કંઈ વળે એમ નથી. ઊલટા અમને તો તે મૂર્ખાઓ કહે છે. વાત સાંભળતા જ નથી.' આખરે શ્રીમતી ત્રિશલાદેવી પોતે, જ્યાં શ્રી વર્ધમાનકુંવર છે ત્યાં આવ્યાં, ભગવાન ઊભા થયા, હાથ જોડ્યા, માતાને સિંહાસને બેસાડ્યાં. ભગવાનનો વિવેક કેટલો છે એ જુઓ ! માતાએ કહ્યું કે “અમે જાણીએ છીએ કે તું વિરક્ત છતાં અમારી ખાતર જ સંસારમાં રહેલ છે, પણ એટલાથી અમને સંતોષ થાય તેમ નથી. અમે તને વધૂની સાથે જોવા ઇચ્છીએ છીએમાટે યશોદા' નામની રાજપુત્રીને ગ્રહણ કરીને અમારા મનોરથને પૂર્ણ કર !'-આવી જાતના માતાના આગ્રહથી –
“મોકાન્ત વસ્તિ, માચો પિતર મમ ' મારે ભોગ વાળું ફળ કર્મ બાકી છે અને માતાપિતા પણ માનવાને યોગ્ય છે' - આ પ્રમાણે વિચારીને ભગવાન શ્રી મહાવીરદેવે માતાની આજ્ઞા માની. હવે વિચારો કે “ભગવાન શ્રી નેમનાથસ્વામીજીએ માતાપિતાની એ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org