________________
૮ : ચરણકરણાનુયોગનું જ મહત્ત્વ 28
આ બધું જાણ્યા પછી કોણ એવો અજ્ઞાન હોય, કે ભગવાન શ્રી મહાવીરદેવના અભિગ્રહને પકડી રાખે ? શું કોઈથી પણ એમ કહી શકાય તેમ છે કે ભગવાન શ્રી ઋષભદેવસ્વામી અને ભગવાન શ્રી નેમનાથસ્વામીજી માતા-પિતાના ‘ભક્ત’ ન હતા, કે આજ્ઞાપાલક ન હતા ? નહિ જ. માત્ર એમ જ કહી શકાય તેમ છે કે ‘ભગવાન શ્રી મહાવીરસ્વામીજીને ભોગાવલિ કર્મ બાકી હતાં માટે તેઓ માતાપિતા ખાતર પરણ્યા અને સંસારમાં રહ્યા અને ભગવાન શ્રી નેમનાથસ્વામીજીને ‘ભોગાવલિ કર્મ બાકી ન હતાં માટે તેઓ પરણ્યા પણ નહિ અને રહ્યા પણ નહિ.'
393
ભગવાન શ્રી નેમનાથસ્વામીજીએ પોતે પણ જ્યારે પિતાજીએ ‘શ્રી ઋષભદેવસ્વામી વગેરે તીર્થંક૨દેવો પણ વિવાહ આદિ કરીને મુક્તિમાં ગયા છે, તો હે કુમાર ! બ્રહ્મચારી એવા તને શું તેથી કાંઈ ઊંચું પદ મળવાનું છે ?’-આવો પ્રશ્ન કર્યો, ત્યારે એના ઉત્તરમાં એ જ કહ્યું છે કે
‘હે સાત ! ક્ષીણમોવર્માસ્મિ' વિશ્વ'एकस्त्रीसंग्रहेऽनन्त - जन्तुसङ्घातघातके ।
भवतां भवतान्तेऽस्मिन्, विवाहे कोऽयमाग्रहः ? ।। १ ।। '
‘હે પિતાજી ! હું ક્ષીણ ભોગકર્મા (એટલે કે જેનાં ભોગકર્મો ક્ષીણ થઈ ગયેલાં છે તેવો) છું અને અનંત જંતુઓના સંઘાતનો ઘાત કરનાર, એક સ્ત્રીના સંગ્રહરૂપ અને ભવવર્ધક એવા વિવાહને વિષે આપનો આ આગ્રહ કેવો ?’
૧૧૭
અર્થાત્ શ્રી ઋષભદેવસ્વામી આદિને ભોગકર્મો બાકી હતાં અને મારે નથી, તેમજ સંસાર વધારનાર, અનંત જંતુઓના સંહારમાં હેતુભૂત અને સ્ત્રીનો સંગ્રહરૂપ વિવાહકર્મને વિષે આ આપનો આગ્રહ ઉચિત નથી.
હવે ભગવાન શ્રી મહાવીરદેવની વાત લો. ભગવાન શ્રી મહાવીરદેવ જાણતા હતા કે મારે ભોગવલિ કર્મો બાકી છે, અને ‘યશોદા' સાથે મારું પાણિગ્રહણ થવાનું છે, તે છતાં તે ૫૨મતા૨ક પુણ્યપુરુષની સ્થિતિ કેવી હતી, એ જ ખાસ વિચારવાનું છે.
જ્યારે યશોદાના પિતાએ પોતાની પુત્રી યશોદાને શ્રી વર્ધમાનકુંવર સાથે પરણાવવા માટે મંત્રીઓની સાથે મોકલી, શ્રી સિદ્ધાર્થ રાજાને કહેવરાવ્યું કે ‘આ સંબંધ અંગીકાર કરીને આપ મારી ઉપર મહેરબાની કરો !' આના ઉત્તરમાં શ્રી સિદ્ધાર્થ મહારાજાએ કહ્યું કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org