________________
૧૧૩
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો
કોઈ પણ નથી થયો, પોતાનું કર્મ તો પોતાને જ ભોગવવું પડે છે.’
હા, જો
·
‘છિદ્યતે દુઃવમન્વય, યજ્યેન દરે ! તવા ।
पित्रोरर्थे प्रदीयेरन्, प्राणा अपि विवेकिना ।। ३ ॥'
‘હે હરે ! અન્યનું દુઃખ અન્ય દ્વારા છેદાતું હોય, તો વિવેકી આત્માએ માતાપિતાને માટે પ્રાણો પણ આપી દેવા જોઈએ.’
પરંતુ -
‘પરં નન્નુર્નરામૃત્યુ-પ્રાયઃવુવાનિ સપિ ।
पुत्रादिषु स्वयं भुंक्ते, त्राता कोऽपि न कस्यचित् ।। ४ ।।' ‘પુત્રાદિકની હયાતી હોવા છતાં પણ, પ્રાણી જરા અને મૃત્યુ જેવાં દુઃખોને પોતે જાતે જ ભોગવે છે, કારણ કે કોઈ પણ કોઈનો રક્ષક નથી.’
જો
'दृष्टेरानन्दमात्रं चेत्, पुत्रास्ते तस्य सन्ति तत् 1 विनापि मां महानेमि-प्रमुखाः सुखहेतवः ।। ५ ।।'
‘પિતાજીને પુત્રો દૃષ્ટિના આનંદ માટે જ છે, તે મારા વિના પણ તે સુખના હેતુભૂત ‘મહાનેમિ' વગેરે પુત્રો વિધમાન છે.’
બાકી હું તો –
‘નરત્પાન્ય વાદ તુ, સંસારાધ્ધ તાતેઃ ।
खिन्नोऽस्मि प्रयतिष्ये त-च्छेदे तद्हेतुकर्मणाम् ।। ६॥'
‘હું તો વૃદ્ધ મુસાફરની માફક સંસારરૂપ માર્ગનાં ગમનો અને આગમનોથી ખિન્ન થયેલો છું, તે કારણથી તે ગમન અને આગમનના હેતુભૂત કર્મોના છંદ માટે જ પ્રયત્ન કરીશ.
અને -
‘ર્મવ્હેત: પરિવ્રડ્યાં, વિના ન હતુ સાધ્યતે ।
तामेवाहंतदादास्ये, मा निर्बन्धं वृथा कृथाः ।। ७ ।।'
‘નિશ્ચિત છે કે દીક્ષા વિના કર્મનો છેદ સાધી શકાય તેમ નથી, તે કારણથી હું તો તે દીક્ષાને જ ગ્રહણ કરીશ, માટે તું ફોગટ આગ્રહ ન કર.'
આ પછી પિતાએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં ભગવાન
શ્રી નેમનાથસ્વામીજીના મક્કમ નિશ્ચયને જાણી સઘળા રોતા રહ્યા અને સ્વજનોની સ્નેહરૂપી બેડીઓને તોડી નાખીને ભગવાન શ્રી નેમનાથસ્વામી તો ચાલી જ નીકળ્યા.
Jain Education International
392
For Private & Personal Use Only
www.jainelibrary.org