________________
૨: હેય અને ઉપાદેયનો વિવેક
ક્રિયાનું પ્રતિપાદન શા માટે?
દરેક ગ્રંથની શરૂઆતમાં ૧. મંગલ, ૨. અભિધેય, ૩. સંબંધ અને ૪. પ્રયોજન,આ ચાર વસ્તુ ખાસ દર્શાવવામાં આવે છે. તેમ આ શ્રી આચારાંગસૂત્રની શરૂઆતમાં પણ એ ચારે વસ્તુ ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ પણ ક્રમસર બતાવી દીધી.
પ્રથમ શ્લોકમાં મંગળ માટે તીર્થની સ્તુતિ કરી અને એમાં કહ્યું કે “આ તીર્થ જયવંત છે : કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી. આ તીર્થના સિદ્ધાંતો એવી સુંદર રીતે સિદ્ધ થયેલા છે કે તેની સેવા કરનાર જરૂર કર્મમળથી રહિત થઈને મુક્તિપદનેય પ્રાપ્ત કરી શકે છે. આથી જ આ તીર્થ શાશ્વત છે, અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે.”
બીજા શ્લોકમાં અભિધેયનું પ્રતિપાદન કરતાં, સંબંધ અને પ્રયોજનનું પણ પ્રતિપાદન કરી દીધું : કારણ કે આ સૂત્રમાં કહેવા યોગ્ય આચાર છે અને આ આચારસૂત્ર ભગવાન શ્રી મહાવીરદેવે જગતના હિત માટે જે રીતે કહ્યું છે, તે જ રીતે હું પણ કાંઈક કહું છું. આ કથનમાં અભિધેય, સંબંધ અને પ્રયોજન આ ત્રણેનું પ્રતિપાદન થઈ જાય છે. “આચાર’ એ અભિધેય છે, ભગવાન શ્રી મહાવીરદેવથી ચાલ્યું આવે છે'-એ સંબંધ છે અને “જગતનું હિત-એ પ્રયોજન છે. પ્રથમ શ્લોકમાં જેમ ટીકાકાર મહર્ષિએ અભુત વસ્તુ કહી છે, તેમ બીજા શ્લોકમાં પણ તેવું જ વસ્તુવર્ણન કર્યું છે. પ્રથમ શ્લોકના મંગલાચરણમાં છ વિશેષણોથી પ્રશંસા કર્યા બાદ, બીજા શ્લોકમાં આ શ્રી આચારાંગ શાસ્ત્ર કહેવાનો હેતુ, કોણે કહ્યું છે અને મારે આ કહેવાને શા માટે પ્રયત્ન કરવો પડે છે, એ ત્રણે વસ્તુ ટીકાકાર મહાત્માએ બતાવી છે અને કહ્યું છે કે “આ શ્રી આચારાંગસૂત્ર ભગવાન શ્રી મહાવીરદેવે જગતના કલ્યાણ માટે કહ્યું એમાંથી કિંચિત્ મારી શક્તિ મુજબ કહું છું : મારી આ વાણીને તે જ પાવન કરો, કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org