________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
જેમણે આ કહ્યું છે : હું તેમની નિશ્રાએ બોલું છું. પૂરું કહેવાની તાકાત મારામાં નથી : એમણે કહ્યું છે, એમાંથી લઈને તાકાત છે તેટલું કહું છું.'
૧૬
ત્રીજા શ્લોકમાં ટીકાકાર મહર્ષિ શ્રીમતુ શીલાંકસૂરિજી મહારાજાએ ફરમાવ્યું કે ‘શ્રી ગંધહસ્તિએ કરેલું ‘શસ્ત્રપરિજ્ઞા-વિવરણ' અતિ-બહુ ગહન છે : તેમાંથી સુખપૂર્વક બોધ થાય તે માટે હું કાંઈક સાર ગ્રહણ કરું છું.’
શુદ્ધ સમ્યગ્દષ્ટિનો આદર્શ પ્રભુના માર્ગમાં સ્થિર રહેવાનો અને તેમાં સ્થિર રહેવા માટે શાસનના ધોરી આચાર્યદેવોની નિશ્રામાં રહેવાનો જ હોય છે ! તે કદી જ પોતાની મતિકલ્પના ઉપર ઝઝૂમતો નથી, પણ જ્ઞાનીના વચન તરફ જ ઝૂકે છે. એમાંથી મેળવાય તેટલું મેળવે છે અને કલ્યાણની બુદ્ધિએ અપાય એટલું આપે છે.
સભા : અક્રિય સિદ્ધ પરમાત્મા પાવન શી રીતે કરે ?
ભલે સિદ્ધ થયેલા અરિહંત પરમાત્મા અક્રિય હોય, પણ એમનાં નામ-ગોત્ર વગેરેના સ્મરણથી આત્મા પાવન થાય, માટે ઔપચારિક ભાષામાં એમ કહેવાય કે ‘આપ જ આ વાણીને પાવન કરો.' બેશક, આત્માના ગુણો આત્માએ જ પ્રગટ કરવાના છે, કોઈ આપવાનું નથી, પણ જે નિમિત્ત પ્રગટ થાય તે નિમિત્તને આપનાર તરીકે કહેવાય. વળી બીજી પણ વાત સમજવા જેવી છે. જો એવા જ નિશ્ચય ઉપર જઈએ તો તો ભાગ્ય ન હોત તો માતા પાળત પણ શાની ? એ તો પુણ્યોદય માટે પાળે છે, તો પછી માતાનો ઉપકાર જ શો ? ઉપકાર જ ઊડી જાય. ભલે પળાયો પુણ્યયોગે અને જીવ્યો એ આયુષ્યના યોગે, પણ નિમિત્ત કોણ ? નિમિત્ત તરીકે માબાપ કહેવાય. તેમ અહીં જ્ઞાન પણ આ આગમના યોગે અને એ પણ સદ્ગુરુના યોગે ! આગમ પણ પૂજ્ય, સદ્ગુરુ પણ પૂજ્ય અને આગમ જેના પર મુકાય તે સાપડી પણ પૂજ્ય, અરે-લખવાનો કોરો કાગળ પણ પૂજ્ય ! એને પગ ન અડાડાય. જ્ઞાનનાં ઉપકરણમાત્ર પૂજ્ય : પાટી, પોથી, સાપડી, ઠવણી, આ બધાની અવગણનાનો પશ્ચાત્તાપ અતિચારમાં આવે છે કે નહિ ? અને આથી જ શાસ્ત્રમાં કહેવાય છે કે ‘જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનની અવગણના કરીએ-તે સધળાનું અપમાન કરીએ, તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય અને ભક્તિ કરીએ-બહુમાન કરીએ અને નમસ્કારાદિ ક્રિયા કરીએ, તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ થાય.’
:
સભા : અક્રિયપદના અર્થીને ક્રિયાના આલંબનની જરૂર શી
:
292
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org