________________
૧૩
- ૨ : હેય અને ઉપાદેયનો વિવેક - 22 --
૧૭
આવો પ્રશ્ન ક્રિયાને ઉડાવનારાઓ કરે છે, પણ તેઓને ખબર નથી કે એકલા જ્ઞાનથી કદી જ મુક્તિ મળી શકતી નથી. અક્રિયપદે પહોંચવા માટે પણ ક્રિયાની જરૂર તો છે જ, કારણ કે અનાદિથી ઊલટી ક્રિયાઓ કરી, આત્મા ઉપર કરેલા બંધનને દૂર કરવા માટે તો ક્રિયાનું આલંબન લેવું જ પડશે. વાત એટલી જ કે અત્યાર સુધી ઊલટી રીતે સક્રિય હતા તે હવે સીધી રીતે સક્રિય બનવું પડશે. બંધનની ક્રિયા કરી તેટલી ક્રિયા છૂટવા માટે પણ કરવી જ પડશે ને ? છૂટવા માટેની ક્રિયા કરી એટલે બંધન ખસવાનાં અને તે ખસશે એટલે ક્રિયા પણ આપોઆપ જ ખસી જશે. આંટા બાંધ્યા છે એટલા ઊલટા ફેરવવા તો પડશે જ ને ? જે વસ્તુને બંધનમાં મૂકી, તેને છોડવાની ક્રિયા તો કરવી જ પડશે. આજ સુધી અયોગ્ય આલંબનના યોગે ઊંધી ક્રિયાઓ થતી હતી, તે હવે યોગ્ય આલંબનના યોગે સીધી ક્રિયા કરીએ, કે જેથી બંધન છૂટી જાય અને મુક્તિપદની પ્રાપ્તિ સહેલાઈથી થઈ શકે. આપણે જો આલંબન ન સ્વીકારીએ, તો અનાદિની વિપરીત દશા પલટાતી નથી. અનાદિની ખોટી કુટેવોથી બચવા આ આલંબન છે. પ્રવૃત્તિ સીધી થાય તો અનાદિની ખોટી કુટેવો છૂટી જાય, ઊંધી પ્રવૃત્તિ બંધ થાય અને આક્રમણો ખસી જાય એટલે મુક્તિ થાય. યોગ્ય નિમિત્તની અવગણના કરનારા પોતાના આત્માની જ અવગણના કરે છે : નિમિત્તના યોગે તો બધું ચાલે છે. ઊલટાં નિમિત્ત કાયમ રાખવા અને સીધાં નિમિત્ત ઊભાં ન કરવાં, એ કયાંનો ન્યાય ? સંસારી માત્ર માટે મુખ્ય કર્તવ્યનું વિધાન :
ટીકાકાર મહર્ષિ પીઠિકામાં જ ફરમાવે છે કે -
"इह हि रागद्वेषमोहाद्याभिभूतेन सर्वेणापि संसारिजन्तुना शारीरमानसानेकातिकटुकदुःखोपनिपातपीडितेन तदपनयनाय हेयोपादेयपदार्थपरिज्ञाने यत्नो विधेयः ।"
આ સંસારમાં રાગ, દ્વેષ અને મોહાદિકથી અભિભૂત થયેલા અને એ જ કારણે શારીરિક અને માનસિક અતિકક દુઃખોના ઉપનિપાતથી પીડિત થયેલા સર્વ પણ સંસારી જંતુએ, હેય, (તજવા યોગ્ય) અને ઉપાય (અંગીકાર કરવા યોગ્ય) પદાર્થોના પરિજ્ઞાનમાં યત્ન કરવા યોગ્ય છે.
આ પ્રમાણે કહીને, ટીકાકાર મહર્ષિ સ્પષ્ટ કરે છે કે રાગ, દ્વેષ અને મોહ આ ત્રણે સંસારનાં મૂળ છે અને એનાથી પરાભૂત થયેલા આત્માઓપછી તે ગમે તે હોય, પણ તેઓની ઉપર શરીર સંબંધી કે મન સંબંધી અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org