________________
૧૮
–––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –
–
294
ભયંકર દુઃખો આવ્યા વિના રહેતાં જ નથી. એ ભયંકર દુઃખોથી મુક્ત થવાની જેઓની અભિલાષા હોય, તેઓએ હેય અને ઉપાદેય પદાર્થોનું જ્ઞાન મેળવવું જ જોઈએ. તે સિવાય એ દુઃખોથી મુક્ત થવાનો કોઈ ઉપાય જ નથી, કારણ કે હેય અને ઉપાદેયના જ્ઞાન વિના રાગ, દ્વેષ અને મોહનો નાશ થતો નથી અને તેના નાશ વિના દુઃખ પણ દૂર થતું જ નથી. દુઃખથી છૂટવાનો એ જ એક અનુપમ ઉપાય છે.
રાગ, દ્વેષ અને મોહને આધીન થયેલા આત્માઓ, શારીરિક અને માનસિક અનેક કટુક દુઃખોથી પીડિત હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. રાગ, દ્વેષ અને મોહની આધીનતા છોડવી નહિ અને દુઃખોથી ડરવું-એ શી રીતે ચાલે ? દુઃખ ન જોઈએ તો એ રાગાદિકનો નાશ કરવા માટે સજજ રહેવું જ જોઈએ અને આ ત્રણની સેવા કરનારે તો દુઃખ સહન કરવા તૈયાર રહેવું જ જોઈએ. શાસ્ત્ર કહે છે કે “એ ત્રણેની હયાતીમાં દુઃખ તો આવવાનું જ.” મારું-મારું કરવું અને દુઃખથી આઘા રહેવું, તે ન ભૂતો ન ભવિષ્યતિ. દુઃખ ન જોઈએ તો આ ત્રણને છોડો અને ન છોડો તો દુઃખ આવે તે સ્વાભાવિક છે.
રાગી, દ્વેષી અને મોહાંધ-એ સુખી હોય એ કદી બન્યું જ નથી : રાગી અને સુખી, દ્વેષી અને સુખી, મોહાંધ અને સુખી-એ બને જ નહિ. રાગી, દ્વેષી, મોહી કદી સુખી હોય ? ક્ષણવાર સુખ મળતું દેખાતું હોય, તો પણ તે સુખ નથી, કારણ કે એ સુખ પરિણામે દુઃખ લાવે તેવું છે. ખસ થાય ત્યારે ચળ આવે અને ખણાય ત્યારે લાગે મજાનું, પણ તે કંઈ સુખ છે ? નહિ જ. બચ્ચાંને ખસ થઈ હોય તો તેના હાથ બાંધવા પડે : મોટાને ખસ થઈ હોય તો સમજાવવા પડે અને હઠીલા થાય તો ઉપેક્ષા પણ કરવી પડે. બચ્ચાં તો ડાહ્યાં કે હાથ બાંધવા દે : મોટા સમજે તો ઠીક, નહિ તો ઉપેક્ષાયે ભલી. બાળકમાં એ યોગ્યતા છે કે એને કરવું હોય, ખણવું હોય તો પણ એને રોકવાની તાકાત છે. ના કહેવાથી કે સમજાવવાથી ન માને- સહેવાય નહિ તેવી દશા હોય, તો કોથળી અગર પાટા બાંધો એટલે બસ. મોટા હઠીલા થાય તો પાટા બાંધવા જ ન દે. અરે ગમે તે પ્રકારે બાંધો તોયે કાઢી નાંખે ! પગ, મોટું, અવાજ, બધું મોટું. એને કોણ બાંધી શકે ? માટે એવાની તો- ઉપેક્ષા વરમ્'-ઉપેક્ષા સારી,
ક્ષણિક સુખ આપનારી વસ્તુમાં સુખ માનવું એ જ મોહ મોહનું સ્વરૂપ જ એ કે ક્ષણિક સુખમાં શાશ્વત સુખનો ભાસ કરાવે : પંડિતને પણ મુંઝવે તે મોહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org